મુંબઇ,તા.૨
મોખરાના ફિલ્મ સર્જકોની પહેલી હરોળમાં બિરાજતા સંજય લીલા ભણસાલી બોલિવૂડના બે સુપર સ્ટાર ખાન સલમાન અને શાહરુખને લઇને ફિલ્મ બનાવવાની યોજના ઘડી રહ્યા હોવાની માહિતી મળી હતી.
અગાઉ આ બંને ખાન રાકેશ રોશનની સુપરહિટ ફિલ્મ કરણ અર્જુનમાં સાથે ચમકી રહ્યા છે. આ ફિલ્મમાં બંનેનો રોલ લગભગ પેરેલલ અને મહત્વનો હતો. ત્યારબાદ બંને આવા રોલમાં કુછ કુછ હોતા હૈ અને હમ તુમ્હારે હૈં સનમમાં દેખાયા હતા.
જા કે બંનેએ એકબીજાની ફિલ્મોમાં કેમિયો કર્યા છે ખરા. લેટેસ્ટ માહિતી મુજબ હવે સંજય લીલા ભણસાલી આ બંનેને લઇને એક ફિલ્મ બનાવશે. હાલ એની બધી વિગતો જાહેર કરાઇ નથી. માત્ર એટલું જણાવવામાં આવેલું કે સંજય લીલા ભણસાલી આ બંનેને લઇને ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા.
હાલ જા કે સલમાન પાસે સમય નથી. એ અલી અબ્બાસ ઝફરની ભારત ફિલ્મ કરી રહ્યો છે જે એેના પોતાના બેનર તળે બની રહી છે. આ ફિલ્મ પૂરી થયા બાદ એ પોતાની સુપરહિટ સિરિઝ દબંગની ત્રીજી કડી શરૂ કરશે. ઉપરાંત એ રોહિત શેટ્ટી સાથે એક ફિલ્મ કરવાનો છે એવી જાહેરાત બે દિવસ પહેલાં કરાઇ હતી. આમ સલમાન ૨૦૨૦ પહેલાં ફ્રી થાય એવી શક્્યતા નથી. એ જાતાં સંજય લીલા ભણસાલીએ આ બંને ખાનને સાથે ચમકાવતી ફિલ્મ માટે સારી એવી પ્રતીક્ષા કરવી પડશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





