મુંબઇ,તા.૨
મોંમાં રહેલી બત્રીસી દેખાય એવું સ્મિત ધરાવતી અને ક્લોઝ અપ માટે મોડેલિંગ કરીને પ્રખ્યાત થયેલી અભિનેત્રી રેણુકા શહાણે હવે ડાયરેક્ટર બની રહી હોવાની માહિતી મળી હતી. રેણુકાએ ટીવી પર થોડાક શો કરવા ઉપરાંત રાજશ્રીની હમ આપ કે હૈં કૌન અને હમ સાથ સાથ હૈં જેવી હિટ પારિવારિક ફિલ્મો કરી હતી. ત્યારબાદ એ વિલન તરીકે આગવી પ્રતિભા વિકસાવનારા અભિનેતા આશુતોષ રાણાને પરણીને સેટલ થઇ હતી. ખાસ્સો લાંબો સમય નિષ્ક્રીય રહ્યા બાદ એ હવે ફરી સક્રિય થઇ રહી છે, પરંતુ અભિનેત્રી તરીકે નહીં, ડાયરેક્ટર તરીકે કામ કરશે.
રેણુકાએ પોતાની પહેલી ફિલ્મ માટે સિનિયર અભિનેત્રી શબાના આઝમી અને ગયા વરસે કારવાં ફિલ્મ દ્વારા અભિનય ક્ષેત્રે ઝંપલાવનારી મિથિલા પાલકરને સાઇન કરી હતી. મુખ્ય ભૂમિકા શબાના કરવાની છે. આ ફિલ્મમાં કાજાલ પણ ચમકશે એવી અફવા વહેતી થઇ હતી.જો કે કાજોલના મુદ્દે રેણુકાએ અકળ મૌન સેવ્યું હતું.
રેણુકાએ કહ્યું કે મેં શબાનાજી અને મિથિલાને સાઇન કર્યાં છે. અન્ય પાત્રોની વરણી હજુ થઇ રહી છે. ડાયરેક્ટર તરીકે આ એની પહેલી ફિલ્મ નથી. અગાઉ એણે પોતાની માતા અને અગ્રણી મરાઠી વાર્તાકાર શાંતા ગોખલે લિખિત નવલકથા પરથી મરાઠીમાં રીટા ફિલ્મ બનાવી હતી. એની શબાનાવાળી ફિલ્મમાં એક મહિલાની ત્રણ પેઢીની કથા છે. આ ફિલ્મ ટૂંક સમયમાં ફ્લોર પર જવાની છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




