મુંબઇ,તા.૩
મહારાષ્ટ્રના પ્રસિદ્ધ તીર્થધામ પંઢરપુરમાં ગઈ કાલે સાંજે એક એસ.ટી. બસ અને એક કાર વચ્ચે જારદાર અથડામણ થતાં કારમાં પ્રવાસ કરી રહેલાં પાંચ જણનાં કરૂણ મરણ નિપજ્યાં છે. મૃતકો મુંબઈનાં રહેવાસીઓ હતાં. એમાં બે મહિલા અને ત્રણ પુરુષનો સમાવેશ થાય છે.
કારમાં પ્રવાસ કરી રહેલાં બે છોકરા ગંભીર રીતે જખ્મી પણ થયાં છે. એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. આ અકસ્માતની ઘટનામાં પોલીસ તપાસ કરી રહી છે. ગઈ કાલે સાંજે લગભગ પાંચ વાગ્યાના સુમારે તે અકસ્માત થયો હતો.
કાર પંઢરપુર તરફ જતી હતી જ્યારે એસ.ટી. બસ સોલાપૂરની દિશા તરફ જતી હતી. કહેવાય છે કે કારની સ્પીડ વધારે હતી એટલે અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત એટલો બધો ભયાનક હતો કે બસ સાથે અથડાયા બાદ કાર ઉછળીને લગભગ ત્રણેક ફૂટ દૂર પડી હતી. એને કારણે કારમાંના પાંચ જણનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. જખ્મી થયેલાં બે બાળકોને સોલાપૂરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



