મુંબઈ,તા.૬
કોકીલ કંઠી લતા માંગેશકરે નિવૃત્ત થઈ રહ્યા છે તેવી અફવાઓનું ખંડન કરતા તેના લાક્ષણિક અંદાજમાં ખડખડાટ હસતા જણાવ્યુ હતુ કે હું મારા છેલ્લા શ્વાસ સુધી ગીતો ગાતી રહીશ અને મા સરસ્વતીની પૂજા કરીશ.
છેલ્લા કેટલાક સમયથી મીડિયા પર લતાજીએ ગાયેલ મરાઠી ગીત ‘અતા વિશ્વ્યાછા કસાં’ પોસ્ટ કરેલ છે. જેનો અર્થ થાય છે હવે આરામનો સમય છે. આ ગીત પછી સોશિયલ મીડિયા પર એ અફવા વહેતી થઈ હતી કે હવે લતાજી રિટાયરમેન્ટ લઈ રહ્યા છે. આ વાતને લતાજીએ ખંડન કરી પોતાના પ્રશંસકોને ખુશ કરી દીધા હતા.
લતાજીએ પોતાના પ્રશંસકોને કહ્યુંકે મને નથી ખબર આવી અફવા કોણ ફેલાવી રહ્યું છે. મને આ કોઈ ખાલી બેઠેલ બેવકૂફ માણસનું કામ લાગે છે. બે દિવસ પહેલા મને અચાનક મારી રિટાટરમેન્ટના સમાચાર મળ્યા અને ફોન આવવા શરૂ થઈ ગયા.
લતાજીએ જણાવ્યુ કે મને ખબર મળ્યા છે કે મારા મરાઠી ગીતોમાંથી એક ‘અતા વિશ્વ્યાછા કસાં’ને મારી અલવિદાના રૂપમાં જાવામાં આવી રÌš છે. આ ગીતને મે પાંચ વર્ષ પહેલા ગાયુ હતુ. ૨૦૧૩માં આ ગીતને લઈને સંગીત નિર્દેશક સલીલ કુલકર્ણી મારી પાસે આવ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




