મુંબ્રાથી પકડાયેલા આઇએસના આતંકીઓને ઔરંગાબાદ કોર્ટમાં રજૂ કરાયા
મુંબઇ,તા.૭
મહારાષ્ટ્રના મુંબ્રાથી પકડાયેલા ISISના સંદિગ્ધ આતંકીઓને ઔરંગાબાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં. તેમને ૧૪ ફેબ્રુઆરી સુધી એટીએસની કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર એટીએસે ISIS ના જે સંદિગ્ધ આતંકીઓની ધરપકડ કરી છે તેમની સાથે પૂછપરછ દરમિયાન ખોફનાક ષડયંત્ર સામે આવ્યું છે. ISISI ના ઈરાદો મુંબ્રાના ૪૦૦ વર્ષ જૂના પ્રાચીન શિવમંદિરને નિશાને લેવાનો હતો. મંદિરમાં થનારા ભંડારાના ભોજનમાં કેમિકલ પોઈઝન ભેળવીને લાખો શ્રદ્ધાળુઓને એક સાથે મોતને ઘાટ ઉતારવાની યોજના આતંકીઓએ બનાવી હતી. આઈએસઆઈએસ પહેલાં પણ પ્રકારના પ્રયત્નો કરી ચૂક્્યું હતું પરંતુ તેને નિષ્ફળતા મળી હતી.
પરંતુ આ વર્ષે આગામી શિવરાત્રિના રોજ ફરીથી આ ષડયંત્રને અંજામ આપવાનો હતો. મુંબ્રાના આ પ્રાચીન શિવ મંદિરના ટ્રસ્ટી હીરાલાલ ગુપ્તાએ જણાવ્યું કે સંદિગ્ધ આતંકીને લઈને મહારાષ્ટ્ર એટીએસની ટીમે અહીં આવીને પૂછપરછ કરી હતી. એટીએસે મંદિરના રસોડામાં જવાના તમામ રસ્તાઓ સહિત ભંડારા માટે જમવાનું તૈયાર કરનારા કેટરિંગ સર્વિસ સંચાલક સુધીની તમામ જાણકારી પ્રાપ્ત કરી હતી.
મુંબ્રાના આ ૪૦૦ વર્ષ જૂના મંદિરમાં આયોજિત થનારા ભંડારામાં આશરે ૪૦ થી ૫૦ હજાર લોકો ભાગ લે છે. આ જ કારણ હતું કે જ્યારે થોડા સમય પહેલાં મંદિરમાં આયોજિત શિવકથા બાદ અહીં ભંડારો રાખવામાં આવ્યો હતો ત્યારે સદિગ્ધ આતંકી પાછળના રસ્તાથી દાખલ થયો અને રસોડા સુધી પહોંચી ગયો હતો પરંતુ રસોડામાં કેટલાક લોકો હાજર હતાં જેથી આતંકી ભોજનમાં ઝેર ન ભેળવી શક્યો.
જાણકારી એ પણ મળી છે કે આતંકી બીએમસી હોસ્પિટલમાં આપવામાં આવનારી દવાઓમાં કેમિકલ પોઈઝન ભેળવીને મોટાપાયે લોકોને મોતને ઘાટ ઉતારવાના પ્રયત્નોમાં હતાં.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



