બોલિવૂડ પર ભડકી કંગના, કહ્યું : ‘હું બધાને જાઇ લઇશ’

0
7

મુંબઈ,તા.૮
અભિનેત્રી કંગના રનૌતે ફરી એક વખત બોલિવૂડ પર પિત્તો ગુમાવ્યો હતો અને કહ્યું કે, બોલિવૂડમાં હું બધાને જાઇ લઇશ. તેણીએ બોલિવૂડની હસ્તીઓ પર એવો આક્ષેપ લગાવ્યો છે કે, એ બધા ભેગા મળીને તેની સામે ગેમ રમી રહ્યા છે અને એ બધા સગાવાદ ચલાવે છે.
કંગના રનૌત તાજેતરમાં રિલીઝ થયેલી તેની ફિલ્મ મનિકર્ણિકાનું પ્રમોશન કરી રહી છે. એક પ્રમોશન ઇવેન્ટમાં તેણીએ કહ્યું કે, માત્ર ૩૧ વર્ષની ઉંમરે તે પોતે ફિલ્મ મેકર છે. ત્રણ-ચાર નેશનલ એવોર્ડ તેને મળી ચુકવ્યા છે. બોલિવૂડ પર નિશાન તાંકતા કંગનાએ કહ્યું કે, એ લોકો પોતાને પ્રમોટ કરી લો તો પણ ઘણુ છે.
કંગનાએ કહ્યું કે, શું ઝાંસીની રાણી તેની કાકી હતી ? ઝાંસીની રાણી એ એટલી જ મારી છે જેટલી તમારા સૌની છે. તો પછા આ બધા લોકો શા માટે ગભરાયેલા છે ? એ લોકો એટલા માટે ચિંતા કરે છે કે હું બોલિવૂડમાં સગાવાદની વાત કરુ છું ? બે વર્ષ પહેલા કંગનાએ કરણ જાહરનાં કોફી વિથ કરણ શોમાં બોલિવૂડમાં ચાલી રહેલા સગાવાદનાં મુદ્દાને છેડ્યો હતો.
તેણીએ આક્ષેપ કરતા કહ્યું કે, તેના દાદાની ઉંમરનાં લોકો તેની સામે ભેગા થયા છે અને તેને પાડી દેવા માંગે છે. શું તેમને શરમ નહીં આવતી હોય ? હું તેમના સાથે કામ પણ કરવા માંગતી નથી અને આ વાત હું પહેલા પણ કરી ચૂકી છું” કંગનાએ કહ્યું કે, ઝાંસીની રાણી પરની ફિલ્મ એ આવનારી પેઢીઓ માટે છે. આ ફિલ્મ કંગના વિશે નથી. હું બોલિવૂડનાં લોકોને કહ્યું છું, કે, “હું એ બધાને જાઇ લઇશ”.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY