રણવીર-આલિયાના કિસિંગ સીન પર સેન્સર બોર્ડની કાતર ચાલી

0
7

મુંબઈ,તા.૧૨
રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ફિલ્મ ‘ગલી બોય’ ૧૪ ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન્સ ડે ના રોજ રિલીઝ થઇ રહી છે. મળતી માહિતી અનુસાર ફિલ્મમાં સીબીએફસીની ગાઇડલાઇન અનુસાર કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે, કારણ કે સેન્સર બોર્ડને લાગે છે કે ફિલ્મ અને ટેલીવિઝન પર જ્યારે યુવા એમને જાશે તો તેઓ ભ્રમિત થઇ શકે છે.
એક મીડિયા રિપોર્ટ અનુસાર સેન્સર બોર્ડે રણવીર અને આલિયાની ફિલ્મ પર કાતર ચલાવી દીધી છે. ટ્રેલર રિલીઝ થયા બાદથી જ પ્રશંસકોને બંન્ને વચ્ચેની કેમેસ્ટ્રી ખૂબ પસંદ આવી રહી હતી પરંતુ જાણવા મળ્યું છે કે સેન્સર બોર્ડે આલિયા અને રણવીરની વચ્ચે ૧૩ સેકન્ડની કિસિંગ સીન કાપી નાંખ્યો છે.
આટલું જ નહીં આ સીનને વાઇડર શોટથી બદલી નાંખવામાં આવ્યો છે એટલે કે તમે બંને વચ્ચેની કિસને નજીકથી જાઇ શકશો નહીં. આ ઉપરાંત ફિલ્મમાં બીજા કેટલાક પણ કટ મારવામાં આવ્યા છે. ફિલ્મના બ્રાન્ડ પાર્ટનરથી રોયર સ્ટેગનું નામ હટાવી દેવામાં આવ્યું છે. વાસ્તવમાં સેન્સર બોર્ડના સભ્યોને લાગ્યું કે ફિલ્મમાં કોઇ પણ નશીલો પદાર્થોને પ્રોત્સાહન આપનાર ચીજાની જાહેરાત દેખાડવી જાઇએ નહીં.
આ પહેલા આપણે જાતા હતા કે ફિલ્મમાં કોઇ પણ માદક પદાર્થના નામને બ્લર કરી દેવામાં આવતું હતું. કદાચ આવું પહેલી વખત થશે જ્યારે બ્રાન્ડ પાર્ટનરથી કોઇ શરાબ કંપનીનું નામ હટાવી દેવામાં આવ્યું હોય. આ ઉપરાંત ફિલ્મમાંથી આપત્તિજનક શબ્દ, અભદ્ર ભાષાને બીપની સાથે દેખાડવામાં આવશે. આ ઉપરાંત સ્મોકિંગ સીન ચેતવણી સાથે દેખાડવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY