આમિર ખાનની ફિલ્મ ભલે નિષ્ફળ ગઇ છતાં ફીમાં કોઈ ફેરફાર નહિ

0
5

મુંબઈ,તા.૧૨
બોલીવૂડના પરફેકશનિસ્ટ આમિર ખાનની વરસમાં એક જ ફિલ્મ રીલીઝ થતી હોય છે. મોટા ભાગે તેની ફિલ્મ બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડતી હોય છે. પરંતુ ગયા વરસે આમ થયું નથી. આમિરની ‘ ઠગ્સ ઓફ હિંદુસ્તાન’ બોક્સ ઓફિસ પર બહુ ખરાબ રીતે પીટાઇ ગઇ હતી. આમિરે જે નવી ટેકનિકો ફિલ્મ માટે અપનાવી તે પણ કારગર સાબિત થઇ નહીં અને ફિલ્મ ઠપ થઇ ગઇ.
આમિર પાસે હાલ બે બાયોપિકની સ્ક્રિપ્ટ છે. જેમાં એક છે ઓશો અને બીજી ગુલશન કુમાર. આ બન્ને ફિલ્મો માટે આમિર ઉત્સાહિત છે. ઓશોની બાયોપિકન દિગ્દર્શક શકુન બત્રા ડાયરેક્ટ કરવાનો છે. આ ફિલ્મમાં આમિર ઓશોના પાત્રમાં જાવા મળશે. પરંતુ હાલ એવા સમાચાર આવ્યા છે કે, નેટફિલકસ પરની આ સીરિઝ હોલ્ડ પર છે. વાસ્તવમાં આમિરે ફિલ્મ માટે પોતાની ફી વધારવાની માંગણી કરી છે. તેને ફિલ્કસપાસે સીરિઝ માટે તગડી રકમ માંગી રહ્યો છે. પરિણામે ફિલ્મસર્જકોએ આ બાબતે વિચારવાનો થોડો સમય માંગ્યો છે.
જાકે ભૂતકાળ ભૂલી જઇને આમિર નવી ફિલ્મો તરફ વળી ગયો છે. તેણે બહુ વિચારણા બાદ બે ફિલ્મોની હા પણ ભણી છે. પરંતુ તે પોતાની ફીમાં ઘટાડો ન કરતાં ઉલટ વધારી રહ્યો છે. આમિર ખાન ફિલ્મસર્જક પાસે નવી ડિમાન્ડો કરવા લાગ્યો છે.હવે જાવું રહ્યું કે, આ મુદ્દે સમાધાન આમિર કરે છે ક નહિ આ ફિલ્મસર્જક!

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY