મુંબઈ,તા.૧૨
બોલીવુડના મહેનતુ અને પ્રતિભાશાળી નવોદિતમાં સામેલ અભિનેતા ટાઇગર શ્રોફની બાગી સિરીઝની ત્રીજી ફિલ્મ આગામી વર્ષે રિલીઝ થવાની છે. આ ફિલ્મના પહેલા પોસ્ટર સાથે રિલીઝ ડેટનો ખુલાસો પણ થોડા દિવસ પહેલા કરવામાં આવ્યો હતો. ટાઇગરની સાથે લીડ રોલમાં અભિનેત્રી કોણ હશે તે વાત પણ સામે આવી ગઈ છે. આ વખત બાગી ૩માં ટાઇગરની સાથે દિશા પટની નહીં પરંતુ સિરીઝની પ્રથમ ફિલ્મની અભિનેત્રી શ્રદ્ધા કપૂરની વાપસી થઈ છે.
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે આ વાતની ખાતરી કરતા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ડ પર આ વાતની જાણકારી આપી છે.
ફિલ્મમેકર બાગી ૨ની શાનદાર સફળતા બાદ ફેન્સ માટે એક્શન ધમાકા બાગી ૩ને લઈને આવી રહ્યાં છે. ફિલ્મના પહેલા પોસ્ટર ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શ અને ટાઇગર શ્રોફે સૌથી પહેલા શેર કરીને જાણકારી આપી હતી. ફોક્સ સ્ટાર સ્ટૂડિયો સાજિદ નાડિયાવાલા અને ટાઇગર શ્રોફ ફરી એકવાર સાથે આવી ગયા છે.
ફિલ્મના પહેલા પોસ્ટર સાથે તેની રિલીઝ ડેટ પણ જણાવવામાં આવી છે. આ ફિલ્મ ૨૦૨૦માં સામે આવશે. પ્રોડક્શનની ટીમ ૬ માર્ચ ૨૦૨૦ના આ ફિલ્મને રિલીઝ કરવાની તૈયારીમાં છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




