મુંબઈ,તા.૧૬
અમેરિકાની આઈટી કંપની કોગનિજેન્ટ ભારતમાં લાંચ આપવાના મામલામાં અમેરિકાની સરકારને ૧૭૭.૫ કરોડ રૂપિયા(૨.૫ કરોડ ડોલર) ચૂકવશે. તેમાં ૧૩૪.૯ કરોડ રૂપિયા ડિસ્ગાજમેન્ટ અને વ્યાજના, જયારે ૪૨.૬ કરોડ રૂપિયાનો દંડ સામેલ છે. આ મામલામાં અમેરિકાના જસ્ટીસ ડિપાર્ટમેન્ટે કોગનિજેન્ટના ૨ પૂર્વ અધિકારીઓની વિરુદ્ધ આરોપી નક્કી કર્યા છે.
કોગનિજન્ટના પૂર્વ પ્રેસિડેન્ટ ગાર્જન કોબર્ન અને પૂર્વ ચીફ લીગલ ઓફિસર સ્ટીવન શૈવાર્ટઝ પર અમેરિકાના ફોરન કરપ્ટ પ્રીકિટસ એક્ટ(એફસીપીએ)ના ઉલ્લંઘનનો આરોપ છે. જાકે, કેસથી બચવા માટે સેટલમેન્ટ અંતર્ગત કોગનિજન્ટ અમેરિકાની સરકારને રકમની ચૂકવણી કરવા તૈયાર છે.
આરોપો મુજબ બંને અધિકારીઓએ ૨૦૧૪માં તામિલનાડુંના સરકારી અધિકારીઓને લગભગ ૧૪.૨ કરોડ રૂપિયા (૨૦ લાખ ડોલર)ની લાંચ આપી હતી. ચેન્નાઈમાં નવી ઓફિસ બનાવવાની મંજૂરી પ્રાપ્ત કરવા માટે આ રકમ આપવામાં આવી હતી
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



