મુંબઈ,તા.૧૬
મુંબઈમાં ‘યુ.એસ. કાન્સ્યૂલેટ જનરલ’નાં ૧૮૦ વર્ષની ઉજવણી બાન્દ્રા-કુર્લા કામ્પ્લેક્સમાં આવેલી કાન્સ્યૂલેટની હરિયાળી લાન પર કરવામાં આવી. ‘યુ.એસ. કાન્સ્યૂલેટ જનરલ’ તથા ‘નમસ્તે અમેરિકા’ દ્વારા આયોજિત આ સમારંભનો આરંભ પુલવામા ટેરર અટેકમાં શહીદ થયેલા જવાનોની સ્મૃતિમાં બે મિનિટના મૌન સાથે થયો. યુ.એસ. કાન્સલ જનરલ એડગર્ડ કેગનએ ઘાતકી ત્રાસવાદી હુમલાને વખોડી કાઢતાં કહ્યુ કે “આ કપરા સમયમાં અમેરિકા ભારતની પડખે છે અને રહેશે”. તો ભારત-અમેરિકા વચ્ચે સાંસ્કૃતિક-આર્થિક-વેપારી આદાનપ્રદાનની દિશામાં કામ કરતી સંસ્થા નમસ્તે અમેરિકાના પ્રેસિડેન્ટ અતુલ નિશરએ કહ્યુ કે “યુ.એસ. કાન્સ્યૂલેટની મુંબઈમાં ૧૮૦ વર્ષની ઉપસ્થિતિની આ ઉજવણીના સહભાગી થવાનો અમને આનંદ છે”.
સમી સાંજના આ ઉજવણી-સમારંભની વિશિષ્ટતા હતી પ્રખ્યાત કોરિયોગ્રાફર શામક દાવર તથા એમના ગ્રુપનો પરફોરમન્સ. એમાંય શામક દાવરના ‘વિક્ટરી આટ્ર્સ ફાઉન્ડેશન’ના સભ્યોના પરફોમન્સથી મહેમાનો દંગ રહી ગયા હતા. ‘વિક્ટરી આટ્ર્સ ફાઉન્ડેશન’ દિવ્યાંગ તથા સમાજના નિમ્ન વર્ગમાંથી આવતા નૃત્યપ્રેમીઓને ન માત્ર ડાન્સ શીખવે છે બલકે આવા મોટા સમારંભમાં એમની કલા પ્રદર્શિત કરવાની તક પણ આપે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




