વડાપ્રધાને બિહારમાં ૩૩ હજાર કરોડના ખર્ચે થનારા વિકાસકામોનું ખાતમૂહૂર્ત કર્યું
વડાપ્રધાને બરૌનીમાં રિમોટ કંટ્રોલથી પટના મેટ્રો ટ્રેનનો શિલાન્યાસ કર્યો,હું પુલવામા હુમાલમાં શહીદ થયેલા બિહારના બે સપૂતોને સલામ કરું છુંઃ પીએમ
મુંબઇ,તા.૧૭
બિહારના બરૌની જિલ્લામાં વિકાસ યોજનાઓનું શિલાન્યાસ કરવા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરના પુલવામાં હુમલામાં શહીદોને યાદ કર્યા. બરૌનીમાંથી એક સભાને સંબોધિત કરતા તેમણે જણાવ્યું હતું કે હું પણ તમારા જેટલો જ દુઃખી છું. પુલવામાં હુમલા બાદ દેશમાં આક્રોશનો માહોલ છે અને લોકોમાં ગુસ્સો છે. આ સ્થિતિમાં વડાપ્રધાન મોદીએ રવિવારે બિહારના બરૌનીમાં એક સભાનું સંબોધન કરતા જણાવ્યું હતું કે જે આગ તમારા દિલમાં છે, એ જ આગ મારા દિલમાં પણ છે.
બરૌનીથી પટના મેટ્રોનું ઉદ્ઘઘાટન કરતા તેમણે શહીદોમાં સામેલ બિહારના જવાનોને શ્રંદ્ધાંજલિ આપતા કહ્યું કે જે આગ તમારા દિલમાં છે, એ જ આગ મારા દિલમાં પણ છે, હું તમારા જેટલો જ દુઃખી છું. હું અનુભવ કરી શકું છું કે દેશવાસીઓના દિલમાં કેટલી આગ છે.
વડા પ્રધાન મોદીએ પોતાના ભાષણમાં બિહારના શહીદ સંજય કુમાર સિન્હા અને ભાગલપુરના રતન કુમાર ઠાકુરના યાદ કરી અને શ્રદ્ધાંજલી પાઠવી હતી. તેમમે જનનાયક કર્પુરી ઠાકુર અને બેગુસરાયના સાંસ ભોલા ઠાકુરને પણ યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે હું પટનાવાસીઓને અભિનંદન આપું છું કારણ કે પાટલી પુત્ર હવે મેટ્રોથી જાડાવાનું છે. ૧૩ હજાર કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર આ યોજના ભવિષ્યની જરુરિયાતને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી રહી છે. આ સમારોહમાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર અને ઉપમુખ્યમંત્કી સુશીલ કુમાર મોદી પણ હાજર રહ્યા હતા.
૧૩ હજાર ૩૬૫ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર આ મેટ્રો બિહારની શકલ બદલી નાખશે. બિહારના મુખ્ય મંત્રી નીતિશ કુમારની ઉપસ્થિતિમાં વડા પ્રધાને કુલ ૩૩ હજાર કરોડ રૂપિયાના ખર્ચે થનારા વિકાસકામોનું ખાતમૂહર્ત કર્યુ હતું.
પીએમમોદીએ પટનાના શહેરી વિસ્તારમાં ૩,૨૦૦ ચોરસ કિમ.મીમાં રૂ. ૯.૭૫ લાખ ઘરોમાં પીએનજી અને વાહનો માટે સીએનજી પૂરો પાડતી યોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું, જ્યારે બાઢ, સુલતાનગંજ અને નવગછિયામાં પણ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. અહિ વડાપ્રધાને વિવિધ સ્થાનો માટે રૂ. ૧૪૨૭.૧૪ કરોડના ખર્ચે ૨૨ અટલ નવીનીકરણ અને શહેરી પરિવર્તન મિશન (અમૃત) પરિયોજનાનો શિલાન્યાસ પણ કર્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





