ટાઈગરનો ઘટસ્ફોટઃ ‘બેડરૂમમાં એકલા સુતા ડર લાગે છે’

0
5

મુંબઈ,તા.૧૮
હોલિવૂડના એક્શન સ્ટાર સિલ્વેસ્ટર સ્ટેલોન જેવી કસરતી કાયા ધરાવતો એ લિસ્ટનો અભિનેતા ટાઇગર શ્રોફ ભીતરથી ડરપોકડ છે કે શું એવો રમૂજી સવાલ સોશ્યલ મિડિયા પર વહેતો થયો હતો. લેટેસ્ટ માહિતી મુજબ મોટા બેડરૂમમાં ટાઇગર કદી એકલો ઊંઘી શકતો નથી. એ પોતાની માતા સાથે બેડરૂમ શૅર કરે છે અને આજે પણ પોતાના પિતા સિનિયર અભિનેતા જેકી શ્રોફથી ડરે છે.
સ્ટુડન્ટ આૅફ ધી યર ટુનો આ હીરો ફિલ્મની પોતાની બંને હીરોઇનો તારા સૂતરિયા અને અનન્યા પાંડે સાથે ખમતીધર ફિલ્મ સર્જક કરણ જાહરના ટીવી શોમાં હાજર થયો હતો. એ દરમિયાન કરણે એના મોઢે કબૂલ કરાવ્યું હતું કે મોટ્ટા બેડરૂમમાં ટાઇગર એકલો સુઇ શકતો નથી. આઉટડાર શૂટિંગ હોય ત્યારે એ પોતાના બેડરૂમમાં એકાદ યુનિટ મેમ્બરને સાથે રાખે છે. આમ કરવાનું કારણ આપતાં ટાઇગરે કહ્યું કે પહેલીવાર એક હોરર ફિલ્મ રાતના સમયે જાઇ ત્યારથી હું રાત્રે એકલો સુઇ શકતો નથી.
એણે એમ પણ કહ્યું હતું કે ક્યારેક કોઇની સાથે વાતચીત શરૂ કરવાની હોય ત્યારે હું પહેલ કરતો નથી. અન્ય રસપ્રદ માહિતી એ હતી કે એે પોતાના મેકપમાં અને વાળ ઓળવામાં છોકરીઓ કરતાં પણ વધુ સમય લે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY