ન્યુ દિલ્હી,તા.૧૮
દેશના સર્વોચ્ચ ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઇએ કહ્યું હતું કે તમને ગમતો ચુકાદો ન આવે ત્યારે જજા પર કીચડ ઊછાળવાની રમત બહુ જાખમી છે.
તમને ગમતો ચુકાદો આવે ત્યારે સુપ્રીમ કોર્ટને બિરદાવો અને તમને અણગમતો ચુદાદો આવે ત્યારે જજા પર કીચડ ઊછાળો એ ટ્રેન્ડ ખતરનાક છે એવું જસ્ટિસ ગોગોઇએ એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું.
એમણે કહ્યું કે જજા અત્યંત સંવેદનશીલ કેસનો ચુકાદો આપતી વખતે ઘણું મનોમંથન કરતા હોય છે. એમને સત્ય જે દિશામાં જણાય એ તરફ એમનો ચુકાદો વળી જતો હોય છે. બંને પક્ષને ગમે એવો ચુકાદો દર વખતે આવતો નથી. એવા સમયે અણગમતો ચુકાદો મળ્યો હોય એ પક્ષકારો જજો એ લફેલ બોલવા માંડે છે અને મિડિયા એ શબ્દોને ચમકાવે છે. આ પરિસ્થિતિ બહુ ખતરનાક છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





