ઇશાન ખટ્ટર ભણસાલીની ફિલ્મ કરશે..?!!

0
2

મુંબઈ,તા.૧૮
મોખરાના અભિનેતા શાહિદ કપૂરના ઓરમાન ભાઇ ઇશાન ખટ્ટરને ખમતીધર ફિલ્મ સર્જક સંજય લીલા ભણસાલીની એક ફિલ્મની આૅફર મળી હોવાના અહેવાલ વહેતા થયા હતા.
અત્યાર અગાઉ ઇશાન મરાઠી ફિલ્મ સૈરાટ પરથી કરણ જાહરે બનાવેલી ફિલ્મ ધડકમાં શ્રીદેવીની પુત્રી જાન્હવી કપૂર સાથે મુખ્ય રોલ કર્યો હતો. આ એની બીજી ફિલ્મ હતી પરંતુ એને વધુ પ્રસિદ્ધિ આ ફિલ્મથી જ મળી હતી.
ભણસાલીના પ્રવક્તાએ કહ્યું કે ધડકમાં ઇશાનનું કામ જોઇને ભણસાલી સર પ્રભાવિત થયા હતા અને એમણે ઇશાનને પોતાની આગામી ફિલ્મમાં ચમકાવવાનો નિર્ણય કર્યો હતો. જો કે હજુ ઔપચારિક રીતે આ બાબત જાહેર કરવામાં આવી નથી. હાલ ભણસાલી સર સ્ક્રીપ્ટ પર કામ કરી રહ્યા છે. હજુ ઇશાનને સાઇન કરવામાં આવ્યો નથી. એકવાર સ્ક્રીપ્ટ ફાઇનલ થઇ જાય ત્યારબાદ ઇશાનને આ રોલની આૅફર કરવાની તેમની યોજના છે.
ભણસાલીની છેલ્લી ફિલ્મ પદ્માવતમાં શાહિદ કપૂર, દીપિકા અને રણવીર સિંઘ ચમક્યા હતાં. આ ફિલ્મ બોક્સ આૅફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY