મુંબઈ,તા.૧૯
ફેમસ મરાઠી ફિલ્મ ‘સૈરાટ’ના ડિરેક્ટર નાગરાજ મંજુળે અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મનું નામ ‘ઝુંડ’ છે. આ ફિલ્મથી નાગરાજ મંજુળે બોલિવૂડમાં ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરી રહ્યા છે.
આ ફિલ્મના શૂટિંગ દરમિયાન ઘણા ઉતાર ચડાવ આવ્યા હતા પરંતુ આખરે ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી છે. ફિલ્મના પ્રોડ્યૂસર ભૂષણ કુમાર, ક્રિષ્ન કુમાર, નાગરાજ મંજુળે, રાજ હીરેમઠ અને સવિતા રાજ હીરેમઠ છે.
આ ફિલ્મ સામાજિક કાર્યકર્તા ફૂટબોલ કોચ વિજય બરસેના જીવન પર આધારિત છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન ફૂટબોલ કોચનો રોલ નિભાવી રહ્યા છે, જેમણે એક એનજીઓની શરૂઆત કરી હતી. ઝૂંપડપટ્ટી વિસ્તારના બાળકોમાં ફૂટબોલ ગેમને ફેમસ કરી હતી. ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ પુણેની બદલે નાગપુરમાં કરવામાં આવ્યું છે. ફિલ્મમાં બચ્ચન સિવાય નવા સ્ટાર્સ દેખાશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





