વર્ષ ૨૦૧૮-૧૯મા છ કરોડથી વધુ આવકવેરા રિટર્ન્સ ફાઈલ કરાયા

0
8

ન્યુ દિલ્હી,તા.૪
વર્ષ ૨૦૧૮-૧૯ના આકારણી વર્ષ માટે છ કરોડથી વધુ આવકવેરા રિટર્ન્સ ફાઈલ કરવામાં આવ્યા છે. ગયા વર્ષની સરખામણીમાં આ આંકડો ૫૦ ટકા વધારે છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસના ચેરમેન સુશીલ ચંદ્રના જણાવ્યા મુજબ, નોટબંધી કાયદો અમલમાં આવ્યા બાદ ટેક્સ રિટર્ન્સમાં ઉછાળો આવ્યો છે. આવકવેરા વિભાગે આ વર્ષમાં અત્યાર સુધીમાં રૂ. ૬.૦૮ કરોડ ઈન્કમ-ટેક્સ રિટર્ન્સ મેળવ્યા છે.
કોર્પોરેટ ટેક્સ રિટર્ન્સમાં પણ ઉછાળો નોંધાયો છે. ગયા વર્ષે સાત લાખ રિટર્ન્સ ફાઈલ થયા હતા, પણ આ વર્ષે અત્યાર સુધીમાં ૮ લાખ નોંધાયા છે.
અત્રે CIIની આંતરરાષ્ટ્રીય ટેક્સ પરિષદ દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં સુશીલ ચંદ્રાએ કહ્યું હતું કે આ નોટબંધીની અસર છે. નોટબંધીને કારણે દેશમાં ટેક્સ બેઝ વધ્યો છે.
સીધા કરવેરાની વસૂલી માટે કેન્દ્ર સરકારે ૧૧.૫ લાખ કરોડનો ટાર્ગેટ નક્કી કર્યો છે અને એ હાંસલ કરી શકાશે એવો સુશીલ ચંદ્રાએ આત્મવિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY