‘બધાઇ હો’ પછી મને સારી સ્ક્રીપ્ટ્‌સ મળી : ગજરાજ રાવ

0
6

મુંબઈ,તા.૨૦
પીઢ અભિનેતા ગજરાજ રાવે કહ્યું હતું કે આયુષમાન ખુરાનાની હિટ ફિલ્મ બધાઇ હો પછી મને કેટલીક સારી સ્ક્રીપ્ટ્‌સની આૅફર્સ આવી હતી.
‘ખરું કહું તો આ ફિલ્મે મને એક આગવી ઓળખ આપી હતી. અગાઉ પણ મેં કેટલીક સારી ફિલ્મો કરી હતી પરંતુ મને સારા અભિનેતા તરીકેની ઓળખ તો આ ફિલ્મે જ આપી. એના પગલે મને કેટલીક નવી સ્ક્રીપ્ટ્‌સની પણ આૅફર્સ આવી’ એમ ગજરાજ રાવે કહ્યું હતું.
અગાઉ ગજરાતે બેન્ડીટ ક્વીન, બ્લેક ફ્રાઇડે અને આમિર જેવી ફિલ્મો કરી હતી પરંતુ એમાં એના પાત્રને બધાઇ હો જેવી અને જેટલી ઓળખ મળી નહોતી. એના નામથી બહુ ઓછા લોકો પરિચિત હતા અને એના ચાહકોની સંખ્યા પણ મર્યાદિત હતી.
જા કે ગજરાજે નમ્રતાથી કહ્યું હતું કે બધાઇ હો ફિલ્મનો યશ હું અને નીનાજી (નીના ગુપ્તા) એકલાં લઇ શકીએ નહીં. હું દ્રઢપણે માનું છું કે કોઇ પણ ફિલ્મ હિટ નીવડે એમાં એની સમગ્ર ટીમનો યથાશક્તિ ફાળો હોય છે. કોઇ એવો દાવો કરે કે એકલા મારાથી ફિલ્મ ચાલી છે તો એ નર્યો દંભ અને અહંકાર છે. ફિલ્મ એ પણ ક્રિકેટ ટીમની જેમ એક ટીમ વર્ક છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY