મુંબઈ,તા.૨૦
સતત ૮ સેશનમાં કડાકા સાથે બંધ થતુ શેરબજાર બુધવારે હરિયાળી સાથે બંધ થતા રોકાણકારોમાટે રાહતના સમાચાર છે. ખાસ કરીને બજારના છેલ્લા કલાકમાં જારદાર તેજી જાવા મળી હતી. સેન્સેક્સ લગભગ ૪૦૦ પોઈન્ટની મજબૂતી સાથે ૩૫૭૦૦ને પાર પહોંચ્યો હતો જ્યારે નિફ્ટીમાં ૧૫૦ પોઈન્ટનો ઉછાળો થતા ૧૦૭૦૦ને પાર બંધ થયો હતો.
બેન્ક શેરોમાં બજારાને સહારો આપવાનુ કામ કર્યુ હતુ. બેન્ક નિફ્ટીમાં ૨૭૫ પોઈન્ટની તેજી સાથે મિડકેપ ઈન્ડેક્સમાં શાનદાર તેજી જોવા મળી હતી અહી પણ ૧૫૦ પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો.
બુધવારનાં કારોબારમાં ઈન્ડીયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ વેદાન્તા, અદાણી પોર્ટસ અને ટાટા સ્ટીલમાં સૌથી વધુ તેજી જાવા મળી હતી. નિફ્ટીના ૫૦ શેરોમાં ૪૪ લીલા નીશાન પર અને ૬ લાલ નીશાન પર કારોબાર કરી બંધ થયું છે. ઈન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટી મિડકેપ ૦.૮૮ ટકાની તેજી સાથે અને સ્મોલકેપ ૦.૯૯ ટકાની તેજી સાથે કારોબાર કરી બંધ થયો છે.
બુધવારનાં કારોબારમાં નિફ્ટી ઓટો ૦.૬૦ ટકાની તેજી સાથે, નિફ્ટી ફાઈનાન્સ સર્વિસ ૧.૧૬ ટકાની તેજી સાથે, નિફ્ટી એફએમસીજી ૦.૧૫ ટકાની તેજી સાથે નિફ્ટી આઈટી ૧.૮૦ ટકાની તેજી નિફ્ટી મેટલ ૨.૮૦ ટકાની તેજી સાથે નિફ્ટી ફાર્મા ૦.૬૩ ટકાની તેજી સાથે નિફ્ટી રિયાલિટી ૦.૨૬ ટકાની તેજી સાથે કારોબાર કરી બંધ થયો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



