શહીદની પત્નીએ દીકરાને આપ્યો જન્મ, કહ્યું : ‘આ પાકિસ્તાનથી બદલો લેશે’

0
10

એટા,તા.૨૦
જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાની હુમલામાં શહીદ થયેલ જવાન રાજેશ યાદવની પત્નીએ એક બાળકને જન્મ આપ્યો છે. રાજેશની પત્ની શ્વેતા યાદવે બાળકના જન્મ પર કહ્યું કે મોટો થતા તેઓ તેના દીકરાને સેનામાં મોકલશે અને પાકિસ્તાનથી તેના પિતાની શહાદતનો બદલો લેશે.
તેમને બતવી દઈએ કે ઉત્તરપ્રદેશના એટાના રહેવાસી રાજેશ યાદવ ૫મી દિસેમ્બર ૨૦૧૮ના રોજ પાકિસ્તાનની બોર્ડર પર આતંકીઓ સાથે થયેલ એક અથડામણમાં શહીદ થયા હતા. તે સમયે તેમની પત્ની શ્વેતા ગર્ભવતી હતા. પતિને ગુમાવ્યા હોવાના દુખ સાથે તેમને બાળકને જન્મ આપ્યો. પ્રાપ્ત માહિતી મુજબ તેમનું બાળક સ્વસ્થ છે. દીકરાને જાઈને મા શ્વેતા ખૂબજ ખૂશ છે અને તેમની ખુશીનું કારણ એ છે કે તેઓ દીકરાને ભારતીય સૈનિક બનાવવા માંગે છે.
શ્વેતાને પતિની શહાદત પર ગર્વ છે અને તેમને ગુમાવ્યાનું દુખ પણ છે. પરંતુ તેમ છતા દેશભક્તિની ભાવના તેમનામાં હાલ જાવા મળી રહી છે. દીકરાને સેનામાં મોકલવાની વાત શ્વેતાએ ખૂજ કહી. જ્યારે બીજી તરફ શહીદના પિતા નેમસિંહનું કહેવું છે કે મે દેશ માટે મારા દીકરાને ગુમાવ્યો છે. પરંતુ પૌત્રના રૂપમાં તેમનો દીકરો ફરી આવ્યો છે અને તેને મોટો કરી ફરી સેનામાં ભર્તી કરાવશે.
તમને બતાવી દઈએ કે રાજેશ તેમના માતા-પિતાના એકમાત્ર સંતાન હતા. તેમના શહીદ થવા પર આખા પરિવારને ગર્વ છે. પરિવારજનોએ કહ્યું કે પુલવામા થયેલ હુમલાએ તેમના દીકરાની શહાદતને ફરી તાજા કરી છે. તેમની માંગ છે કે સેના પાકિસ્તાનને સબક શીખવે.

 

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY