ધીમી બેટિંગ માટે પ્રખ્યાત પુજારાએ ટી-૨૦માં ફટકારી શાનદાર સદી

0
5

સૈયદ મુસ્તાક અલી-૨૦ ટૂર્નામેન્ટમાં ૬૧ બોલમાં સદી ફટકારી
મુંબઇ,તા.૨૧
પોતાની ધીમી ઇનિંગને કારણે પ્રખ્યાત ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પુજારા ગુરુવારે સૈયદ મુસ્તાક અલી ટી-૨૦ ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટમાં એક અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા. પુજારાએ આ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર તરફથી સ્ફોટક બેટિંગ કરીને સદી ફટકારી છે. તેઓ માત્ર ૬૧ બોલમાં સદી ફટકારીને નાબાદ પેવિલિયન ફરી ગયા હતા.
ઓપનિંગ કરવા આવેલા પુજારાએ ૧૪ ફોર અને ૧ સિક્સર ફટકારી હતી. પુજારાની સદીને કારણે સૌરાષ્ટ્રએ રેલવે વિરુદ્ધ ૨૦ ઓવરમાં ૩ વિકેટ પર ૧૮૮ રન બનાવ્યા હતા. પુજારાએ પ્રથમ ૫૦ રન ૨૯ બોલમાં ફટકાર્યા જ્યારે બીજા ૫૦ રન ૩૨ બોલમાં ફટકાર્યા હતા. આ સદી બાદ પુજારા સૌરાષ્ટ્ર માટે ટી-૨૦માં સદી લગાવનારા પ્રથમ ક્રિકેટર બની ગયા છે.
૩૧ વર્ષીય પુજારાએ ૬૮ ટેસ્ટ મેચોમાં ૧૮ સદી અને ૨૦ અડધી સદી ફટકારી છે. તેમણે પોતાની કારકિર્દીમાં ૫ આંતરરાષ્ટ્રીય વન-ડે મેચ રમી છે, જેમાં તેમણે કુલ ૫૧ રન બનાવ્યા છે. તેમણે અત્યાર સુધી કોઇપણ ટી-૨૦ ઇન્ટરનેશનલ મેચ રમી નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY