હોલિવૂડ ફિલ્મોની અભિનેત્રી ગ્વેનેથ પેલ્ટ્રો હવે રિટાયર થશે

0
6

મુંબઇ,તા.૨૧
છેલ્લા એક દાયકાથી આયર્નમેનની સેક્રેટરી કમ ગર્લફ્રેન્ડ પેપર પોટ્ટસ્નો રોલ કરતી અભિનેત્રી ગ્વેનેત પેલ્ટ્રો માર્વેલ સિનેમેટિક યુનિવર્સમાંથી નિવૃત્ત થવાની છે એવા અહેવાલ પ્રગટ થયા હતા.
ગ્વેનેથે વેરાયટી ડાટ કોમને કહ્યું હતું કે હવે મને લાગે છે કે આ પાત્ર માટે હું ફિટ રહી નથી. મારી ઉંમર વધી છે તેમ પ્રૌઢ જેવી લાગું તો આ પાત્રને યોગ્ય ન્યાય આપી શકું નહીં. એવેન્જર્સ ફ્રેન્ચાઇઝીની ફાઇનલ કડી એવેન્જર્સ એન્ડગેમ પછી હું આ સિરિઝ છોડી દેવાની છું.
‘હું આ રોલ સતત માણતી રહી અને કરતી રહી. આયર્ન મેન ફ્રેન્ચાઇઝીના ડાયરેક્ટર જાન ફેવરો સાથેની દોસ્તીના પગલે મને આ રોલ મળતો રહ્યો. પરંતુ હવે મને લાગે છે કે બહુ થયું. ઇટ્‌સ ઇનફ નાઉ…
જા કે એણે એવી સ્પષ્ટતા કરી હતી કે ભવિષ્યમાં હું ફ્લેશ બેક માટે કે કેમિયો માટે ઉપલબ્ધ રહીશ. મુખ્ય રોલ નહીં કરું. એવેન્જર્સ એન્ડગેમના ટ્રેલરમાં એવું દેખાડાયું હતું કે આયર્ન મેન અપૂરતા ખોરાક પુરવઠા અને ખૂટવા આવેલા ઓક્સિજન સાથે અવકાશમાં અટવાયો છે. જો કે આ ફાઇનલ કડી હોવા છતાં એમાં આયર્ન મેનને મરણ પામેલો નહીં દેખાડવામાં આવે એવી જાણકારી પણ ગ્વેનેથે આપી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY