મુંબઇ,તા.૨૧
વિદ્યુત જામવાલને બિનકેળવાયેલા જંગલી હાથીઓ સાથે રજૂ કરતી ફિલ્મ જંગલીનું ટ્રેલર ૨૮મી ફેબુ્રઆરીએ રજૂ થશે એવી ઔપચારિક જાહેરાત કરાઇ હતી. આ ફિલ્મ કરવા અગાઉ વિદ્યુતે એક ટ્રેનરની હાજરીમાં જંગલી હાથીઓ સાથે થોડા દિવસ ગાળીને એમનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ એણે આ ફિલ્મ કરી હતી એવો દાવો ફિલ્મ સર્જક તરફથી કરવામાં આવ્યો હતો.
આ ફિલ્મનો મુખ્ય વિષય તો હાથીદાંત માટે હાથીઓના થતા પોચિંગ (ગેરકાયદે શિકાર)નો છે. વિદ્યુત એક હાથી અભયારણ્ય સાથે સંકળાયેલું પાત્ર ભજવી રહ્યો છે.
અત્યાર અગાઉ એણે અજય દેવગણ અને ઇમરાન હાશમી સાથે બાદશાહો ફિલ્મ કરી હતી. ફિલ્મ મધ્યમ સફળતાને વરી હતી. વિદ્યુતે એવો દાવો કર્યો હતો કે છેલ્લાં પચીસ ત્રીસ વર્ષમાં બોલિવૂડે જાનવરોને સમજવા માગતા પાત્રને લગતી એક પણ ફિલ્મ કરી નથી. આ ફિલ્મ કરવા અગાઉ મેં કેરળની પરંપરાગત માર્શલ આર્ટ કલારીપયટ્ટુની આકરી તાલીમ લીધી હતી. મહાવતો શી રીતે હાથીને વશમાં રાખે છે એની પણ મેં તાલીમ લીધી હતી એટલે આ ફિલ્મના પાત્રને યોગ્ય ન્યાય આપી શક્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




