મુંબઇ,તા.૨૨
પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બાલર શોએબ અખ્તરે પુલવામામાં હુમલાની નિંદા કરી. એક પાકિસ્તાની ન્યૂઝ ચેનલની સાથે વાતચીત કરતા અખ્તરે કહ્યું કે, ”ભારત સરકાર આ પર નિર્ણય લઇ શકે છે કે તેમને વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમની સાથે રમવુ છે કે નહીં.” જોકે અખ્તરે તેમ પણ કહ્યું કે, ”BCCIએ હંમેશાથી પાકિસ્તાની સાથે મેચ રમવાના પક્ષમાં રહી છે.” પૂર્વ ક્રિકેટરે પાકિસ્તાનના PMના નિવદેનને સમર્થ આપતા કહ્યું કે, ”અમે આ હુમલાની નિંદા કરીએ છીએ, પરંતુ અમે દેશના PMની સાથે છીએ.”
પાકિસ્તાના વડાપ્રધાન ઇમરાન ખાનના નિવદેનને સહમતિ આપતા અખ્તરે કહ્યું કે, ખિલાડી તરીકે તે રાજનીતિથી દૂર છે, પરંતુ એક દેશવાસી હોવાના કારણે પાકિસ્તાનના વડાપ્રધાનને સમર્થન કરે છે. રાવલપિંડી એક્સપ્રેસના નામથી પ્રખ્યાત ક્રિકેટરે કહ્યું કે, ”ખેલ અને રાજનીતિ એકસાથે હોવી જાઇએ. અમારો જવાબ સ્પષ્ટ નથી એક ના હોવો જાઇએ. આજના હાલાતમાં આ સવાલ ગંભીર બની ગયો છે. હુમલામાં જેમને જીવ ગુમાવ્યો છે તેના જવાબદારોની અમે નિંદા કરીએ છીએ. એક દેશ તરીકે અમે એક છીએ અને અમારા પ્રધાનમંત્રી સાથે ઉભા છીએ.
આ પછી શોએબ અખ્તરે પાકિસ્તાને બાયકાટ વિવાદમાં કહ્યું, ”ભારતનો આ પર નિર્ણય લેવાના હકે છે. તેમણે કહ્યું કે, ભારતને મેચ ના રમવાનો નિર્ણય લેવાનો હક છે. તેમના દેશ પર હુમલો થયો છે અને કોઇ પણ નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે. અમે આ મુદ્દા પર કોઇ વિવાદ ના કરી શકીએ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



