નેધરલેન્ડમાં સૌથી મોટો આતંકી હુમલો નિષ્ફળ, સાત શંકાસ્પદ પકડાયા

0
26

નેધરલેન્ડ,તા.૨૮
નેધરલેન્ડમાં સૌથી મોટા આતંકી હુમલો નિષ્ફળ થયો છે. ડચ પોલીસે ગુરુવારે સાત શંકાસ્પદોની ધરપકડ કરી હતી. જેઓ હાઇપ્રોફાઇલ કાર્યક્રમ દરમિયાન વિસ્ફોટક બેલ્ટ અને એકે-૪૭ રાઇફલનો ઉપયોગ કરીને મોટો આતંકી હુમલો કરવાના ફિરાકમાં હતા.
સ્થાનિક પોલીસે જણાવ્યું કે, તેઓ હેન્ડ ગ્રેનેડ અને વિસ્ફોટક સામગ્રી ગોઠવણ કરવામાં લાગ્યા હતા. ધરપકડ કરવામાં આવેલા બધા શંકાસ્પદ યુવકોની ઉંમર ૨૧થી ૩૪ વર્ષ વચ્ચે છે. આમાંથી ત્રણ લોકો આતંકી સંગઠનમાં જાડાવવા માટે વિદેશ ભાગવાની તૈયારીમાં હતા. જાકે, આ પહેલા જ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
નેશનલ પ્રોસિકિયુંટર ઓફિસના એક નિવેદમાં જણાવ્યા પ્રમાણે હથિયારોથી સજ્જ પોલીસ ટીમે એમ્સ્ટર્ડમથી ૧૦૦ કિલોમીટર દૂર આર્નહેમ શહેરમાં મુખ્ય શંકાસ્પદને ઝડપી પાડ્યો હતો. બીબીસીના રિપોર્ટ પ્રમાણે આ ગ્રૂપમો મુખ્ય આરોપી ૩૪ વર્ષનો ઇરાકી મૂળનો છે. જે ૨૦૧૭માં ઇસ્લામિક સ્ટેટ ગ્રૂપમાં સામેલ થવા માટે જતા પહેલા જ પકડાઇ ગયો હતો.
ઇન્ટેલિજન્સ સર્વિસને એપ્રિલ ૨૦૧૮માં આ અંગે જાણકારી મળી હતી. મુખ્ય આરોપી નેધરલેન્ડમાં કોઇ મોટા કાર્યક્રમને નિશાન બનાવવા માંગતો હતો. જેથી વધારેમાં વધારે લોકોને મોતને ઘાટ ઉતારી શકે. ઓપરેશનલ પક્ષનું માનવું છે કે, શંકાસ્પદો બોમ્બ અને બંધૂક દ્વારા ઇવેન્ટમાં હુમલો કરવા માંગતા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY