ડ્રિમગર્લ ફિલ્મમાં આયુષ્યમાનના બેસ્ટ ફ્રેન્ડનો રોલ મનજોતસિંહ કરશે

0
4

મુંબઇ,તા.૨૨
આયુષ્માન ખુરાના હાલમાં ‘ડ્રિમગર્લ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. હવે આ ફિલ્મમાં એક વધુ કેરેકટરની એન્ટ્રી થઇ ગઈ છે. ‘ફુકરે’ ફેમ મનજોત સિંહ આ ફિલ્મમાં આયુષ્મમાના મિત્રની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં આયુષ્માન સાથે નુસરત ભરૂચા પણ લીડ રોલમાં હશે. ‘ડ્રિમગર્લ’ નું નિર્દેશન રાજ શાંડિલ્ય કરી રહ્યા છે. ગુરુવારે ફિલ્મની રિલીઝ ડેટ ફાઈનલ થઇ ગઈ છે. ફિલ્મ આ વર્ષે ૧૩ સપ્ટેમ્બરે રિલીઝ થશે. ફિલ્મમાં અનુ કપૂર, વિજય રાજ પણ જોવા મળશે. ફિલ્મના રાઇટર નિર્માણ દિપક છે. ફિલ્મને એકતા કપૂર પ્રોડ્યૂસ કરી રહી છે. સ્વાભાવિક છે કે ‘અંધાધુન’ અને ‘બધાઈ હો’ ફિલ્મની સફળતા બાદ લોકોને આયુષ્માન પાસેથી રિચ કોન્ટેન્ટ ધરાવતી ફિલ્મોની વધુ આશા છે. આ કોમેડી ડ્રામા ફિલ્મ છે.
મનજાતે કહ્યું કે, ‘હું આયુષ્માન અને નિર્દેશક રાજ શાંડિલ્ય સાથે કામ કરવા માટે એકસાઇટેડ છું. આ સૌથી વધુ રોમાંચક સ્ક્રિપટમાની એક છે.’ મનજોત સિંહ ફુકરે, સ્ટુડન્ટ ઓફ ધ યર, ઉડાન, ઓયે લકી લકી ઓયે અને ફુકરે રિટર્ન્સ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે. મનજોત ડિજિટલ પ્લેટફોર્મ પર પણ ઘણો ફેમસ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY