મુંબઇ,તા.૨૨
જગવિખ્યાત એાસ્કાર એવોર્ડ સમિતિએ અવગણેલી કેટલીક અન્ય ફિલ્મોને બીજા પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યા હોવાના અહેવાલ પ્રગટ થયા હતા.
ઓસ્કારે અવગણેલી ફિલ્મ એઇટ ગ્રેડના લેખક બો બર્નહામને ઓરિજિનલ સ્ક્રીનપ્લે રાઇટરનો એવોર્ડ અમેરિકન રાઇટર્સ ગિલ્ડે આપ્યો હતો. એવું જ સરપ્રાઇઝ કેન યુ એવર ફરગીવ મીના લેખકો નિકોલ હોલોફ્સિનોર અને જેફ વ્હીટ્ટીને એડપ્ટેડ સ્ક્રીનપ્લે રાઇટિંગ માટે મળ્યો હતો.
બો બર્નહામે તો પોતાને મળેલા એવોર્ડ બદલ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે આ શું થઇ રહ્યું છે ? ઓસ્કાર તો અમને અયોગ્ય ગણે છે. એને વધુ વિસ્મય એટલે થયું કે આઠમા ધોરણના (મિડલ સ્કૂલર) કથાનાયકની એની વાર્તાને લેખક ગિલ્ડે મુક્ત મને બિરદાવી જ્યારે એની સાથે સ્પર્ધામાં બેસ્ટ ફિલ્મ કેટેગરીમાં ઓસ્કાર નોમિનેટેડ ફિલ્મો રોમા અને ગ્રીન બુક પણ હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




