મુંબઈ,તા.૨૩
ઇન્દ્ર કુમારની દિગ્દર્શિત ફિલ્મ ‘ટોટલ ધમાલ ” એ રિલીઝના પહેલા દિવસે બોક્સ ઓફિસ સારી કમાણી છે. ફિલ્મએ પહેલેથી જ દિવસે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. ફિલ્મને મિશ્ર રિવ્યૂ મળ્યા છે. આ ફિલ્મે પહેલા દિવસે ૧૬.૫૦ કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ ધમાલ ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ છે.
ટ્રેન્ડ વિશ્લેષક તરણ આદર્શના જણાવ્યા પ્રમાણે, શુક્રવારે ફિલ્મ એ રૂ. ૧૬.૫૦ કરોડની કમાણી કરી છે. આગામી દિવસોમાં આ ફિલ્મમાં સારી કમાણી કરી શકે તેવી અપેક્ષાઓ છે. ફિલ્મનું બજેટ ૧૦૦ કરોડ રૂપિયા બતાવવામાં આવી રહ્યું છે. આમા અજય દેવગન, માધુરી દિક્ષિત, અનિલ કપૂર, અર્શદ વારસી, રિતેશ દેશમુખ, જાવેદ જાફરી, સંજય દત્ત, સંજય મિશ્રા, બોમન ઈરાની, ઇશા ગુપ્તા અને જ્હોની લિવરે સિતારાઓએ મુખ્ય ભૂમિકા ભજવી છે.
આ ફિલ્મનું પ્રોડક્શન ઈન્દ્ર કુમાર અને અશોક ઠાકરેયા દ્વારા બનાવવામાં આવ્યું છે. ફિલ્મ ધમાલની કમાણી વિશે વાત કરીએ તો ફિલ્મનો લાઇફ ટાઇમ બિઝનેસ ૩૨.૫૧ કરોડ હતો. તે જ સમયે, ડબલ લાઇફટાઇમ બિઝનેસ ૪૫.૦૬ કરોડ હતો. હવે એ જાવાનું રહેશે કે બોકસ આૅફિસમાં પર ફિલ્મ ટોટલ ધમાલ કેટલું પ્રદર્શન કરે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




