બાપ..રે…દબંગ-૩માં એક કાસ્ટિંગ માટે ૫૦૦ બાળકોના ઓડિશન..!!

0
7

મુંબઈ,તા.૨૩
સલમાન ખાન તેમની ફિલ્મ ‘ભારત’નું શૂટિંગ પુરૂ કરીને ‘દબંગ ૩’નું શૂટિંગ શરૂ કરી દેશે. આ ફિલ્મ માટે ઘણા દિવસોથી તૈયારીઓ ચાલી રહી છે. તાજેતરમાં આ વાત સામે આવી છે કે સલમાન ખાને આ ફિલ્મ માટે બોબી દેઓલનો એપ્રોચ કર્યો છે જેઓ તેમના મિત્રનો રોલ કરશે.
સલમાન ખાન માટે નાના ચુલબુલ પાંડેની પસંદગી મુશ્કેલ સાબીત થઇ રહી છે. દબંગ ૩માં વાર્તા ફ્લેશબેકમાં જશે અને દર્શકોને તેના બાળપણના પ્રસંગો બતાવવામાં આવશે કે છેવટે ચુલબુલ પાંડેનું પાત્ર આટલું રસપ્રદ કેમ છે. પોતાના બાળપણનો રોલ કરવા માટે સલમાન ખાન ઘણા સમયથી બાળ કલાકાર માટે મથી રહ્યો છે જે તેમની પર્સનાલીટીને મેચ કરી શકે.
આ માટે તો તે પોતે ઓડિશન લઇ રહ્યો છે અને અત્યાર સુધીમાં તેણે અને તેની ટીમે ૫૦૦ કરતાં વધારે બાળકોનું ઓડીશન લઇ લીધું છે. પરંતુ હજુ કોઇ યોગ્ય બાળ કલાકાર મળ્યો નથી જે નાના ચુલબુલ પાંડેના પાત્રને ન્યાય આપી શકે. સુત્રોના જણાવ્યા અનુસાર સલમાન ખાન હજુ આગામી દિવસોમાં કેટલાક અન્ય બાળકોનુ ઓડિશન લેશે અને પોતાના બાળપણનું પાત્ર નિભાવનાર બાળ કલાકારને ફાઇનલ કરશે. નોંધનીય છે કે સલમાન હાલમાં તેમની મહત્વાકાંક્ષી ફિલ્મ ભારતના શુટીંગમાં વ્યસ્ત છે અને બાદમાં તે દબંગ-૩નું શુટીંગ હાથ ધરશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY