અમે તો બૅન મૂક્યો, સરકાર શું કરે છે..?!!: સુશાંત સિંઘ રાજપૂત

0
23

મુંબઈ,તા.૨૩
સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ્‌સ એસોસિયેશનના મહા મંત્રી અને એ લિસ્ટના અભિનેતા સુશાંત સિંઘ રાજપૂતે એક વેધક સવાલ પૂછતાં કહ્યું હતું કે સરકાર પાકિસ્તાની કલાકારોને વીઝા શા માટે આપે છે ?
‘૨૦૧૬માં થયેલા ઊરી હુમલા પછી અમે તરત પાકિસ્તાની કલાકારો પર બૅન જાહેર કરી દીધો હતો અને ત્યારથી બોલિવૂડ પાકિસ્તાની કલાકારોને લેતું નથી. પરંતુ આ પગલાં તો બોલિવૂડે લીધાં. કેન્દ્ર સરકાર શું કરે છે ? એ કેમ પાકિસ્તાની કલાકારોને વીઝા આપે છે ? તમે વીઝા આપવાનું બંધ કરો એટલે આપોઆપ પાકિસ્તાની કલાકારો અહીં આવતા બંધ થઇ જાય’ એમ સુશાંતે કહ્યું હતું.
સુશાંતે વધુમાં કહ્યું કે પોલિટિશ્યનો અને પોલિટિકલ પાર્ટીઝ દેખાડવાના અને ચાવવાના જુદા દાંત રાખે છે, એ લોકો વીઝા આપે એટલે પાકિસ્તાની કલાકારો અહીં કામ મેળવવા આવે. વીઝા નકારી દેવામાં આવે તો આપોઆપ એ કલાકારો અહીં આવતાં બંધ થઇ જાય. આમાં તો શું થાય છે કે વીઝા હોય અને બોલિવૂડ કામ ન આપે તો બોલિવૂડના કલાકારો સાથે પાકિસ્તાની કલાકારોનો અણબનાવ થઇ જાય છે. અત્રે એ યાદ રહે કે ઊરીની ઘટના પછી બોલિવૂડે પાકિસ્તાની કલાકારોને બોલાવવાનું બંધ કર્યું ત્યારે પણ શ્રીદેવીની ફિલ્મ મા માટે પાકિસ્તાની કલાકારોને વીઝા અપાયા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY