મુંબઇ,તા.૨૪
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) હાલમાં અયોધ્યામાં રામ મંદિરના નિર્માણના મુદ્દાને બાજુએ રાખી પુલવામા હુમલા અને કાશ્મીરના મુદ્દે વાત કરી રહ્યું છે.
હાલમાં દેશની પ્રાથમિકતા રામ મંદિર નહીં, પરંતુ .રાષ્ટ્રની અને જવાનોની સુરક્ષા છે, તેમ શિવસેનાએ મુખપત્ર ‘સામના’માં લખ્યુ હતું. સંઘ પરિવાર તેમના સમર્થકોને પુલવામા હુમલા અંગે જાગૃતિ ફેલાવવા જણાવી રહ્યું છે, તેવા અહેવાલો પ્રસારિત થયા હતા. સંઘે સ્થિર સરકાર અને મજબૂત વડા પ્રધાનનો પણ નારો આપ્યો છે. વિરોધપક્ષોનું ગઠબંધન થયું છે, પણ તેઓ સ્થિર સરકાર આપી શકે તેમ નથી.
અગાઉ શિવસેનાએ રામ મંદિરનો મુદ્દો બહુ જારશોરથી ઉપાડ્યો હતો અને પહેલા મંદિર પછી સરકાર એવો નારો આપ્યો હતો, પરંતુ ભાજપ સાથે ચૂંટણી મામલે યુતિ કર્યા બાદ સેનાએ દરેક વાતમાં યુ ટર્ન લીધો છે. ભગવાન પહેલા દેશ મહ¥વનો છે, તેમ પણ સેનાએ સામનામાં લખ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



