મુંબઇ,તા.૨૫
લોકસભા ચૂંટણી પહેલા રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન એનડીએની એક વધારે સહયોગી પાર્ટીએ બીજેપીથી નારાજગી જતાવી છે. આરપીઆઈના પ્રમુખ અને કેન્ડ્રીય સામાજીક ન્યાય અને અધિકારીતાના રાજ્યમંત્રી રામદાસ અઠાવલે એ કહ્યું છે કે, મને કોઈ કિનારે કરી દેશે તો તેને કિનારે કરવાની મારામાં તાકાત છે.
વધુમાં તેમણે કહ્યું કે, સમગ્ર દેશમાં એક ખોટો સંદેશો જઈ રહ્યો છે કે, શિવસેના અને ભાજપ એક સાથ આવ્યા છે, પણ રિપબ્લિક પાર્ટીને હવામાં છોડી દીધી છે. એક પણ સીટ આરપીઆઈને નથી દેવામાં આવી. હજુ પણ તેમાં સુધારો થઈ શકે તેમ છે. અમારી એટલી મોટી માગ નથી.
અઠાવલેએ જણાવ્યું કે, મને કોઈ કિનારે કરી દેશે તો તેને કિનારે કરતા મને આવડે છે. એ વાત સાચી છે કે જ્યારે ભાજપ અને શિવસેનામાં તાલમેલ થઈ ગયો તો અમિત શાહની ઉપÂસ્થતમાં ઘોષણા થઈ ગઈ, ત્યારે મને ત્યાં બોલાવવાની જરૂર હતી. જણાવી દઈએ કે ૧૮ ફેબ્રુઆરીના રોજ બીજેપીના અધ્યક્ષ અમિત શાહ અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં ગઠબંધનની ઘોષણા કરવામાં આવી હતી. આ સાથે જ રાજ્યની ૪૮ લોકસભા સીટોમાં ભાજપ ૨૫ અને શિવસેના ૨૩ સીટો પર લડશે. જો કે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, બીજા દળોને ભાજપ પોતાના કોટાથી સીટો આપશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




