આયોજકોની ફરિયાદ ખોટી, લીગલ એક્શન લેવાશેઃ સોનાક્ષી સિન્હા

0
6

ઠગાઈના આરોપને અભિનેત્રીની ટીમે નકારી
મુંબઈ,તા.૨૫
સોનાક્ષી અને તેની ટીમ પર લાગેલા ૨૮.૧૭ લાખ રૂપિયાના ઠગાઈના આરોપ બાદ સોનાક્ષીની ટીમે એક સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે. તેમાં લખ્યું છે કે, ઇવેન્ટ ઓર્ગેનાઈઝરે સોનાક્ષીનો દિલ્હીમાં કાર્યક્રમ માટે સંપર્ક કર્યો હતો. વારંવાર યાદ અપાવવા છતાં આયોજક ઇવેન્ટ પહેલાં સોનાક્ષીને નક્કી કરેલી રકમ ચૂકવી શક્યા ન હતા.
એન્ટરટેઈન્મેન્ટ વેબસાઈટ ‘પિન્કવિલા’ના ન્યૂઝ અનુસાર ઓર્ગેનાઈઝરે એગ્રીમેન્ટ મુજબ સોનાક્ષી અને તેની ટીમ ની દિલ્હી આવવા-જવાની પ્લેનની ટિકિટો સમયસર મોકલી ન હતી. જ્યારે એમને ખબર હતી કે ઇવેન્ટના બીજા દિવસે સવારે સોનાક્ષીનું શૂટ હતું. ટીમે આયોજકો સાથે સંપર્ક કરવાના ઘણા પ્રયત્નો કર્યા છતાં આયોજકોએ કોઈ જવાબ આપ્યો ન હતો. સોનાક્ષી અને તેની ટીમને મુંબઈ એરપોર્ટ પરથી જ પરત ફરવું પડ્યું હતું.
સોનાક્ષીની મેનેજમેન્ટ કંપનીએ બીજી તારીખ પર ઇવેન્ટ કરવાની વાત કરી પણ તેનો કોઈ ફાયદો થયો નહીં. આયોજકો હવે ખોટા પુરાવાને મીડિયામાં ફેલાવી રહ્યા છે. જો તે આવું કરવાનું બંધ નહીં કરે તો સોનાક્ષી અને તેની ટીમ સીધા કાનૂની પગલાં લેવા માટે મજબૂર થઇ જશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY