ચૂંટણીના રુઝાનની અસર શેર બજાર પર પડીઃ સેન્સેકસ ૧૯૦ પોઈન્ટસ અપ

0
4

મુંબઈ,તા.૧૧
શેરબજારમાં મંગળવારે ભારે ઉથલપાથલ જાવા મળી હતી. રિઝર્વ બેંકના રાજીનામાને પગલે નકારાત્મક સેન્ટિમેન્ટસ સાથે ખુલેલા બજારમાં દિવસ દરમિયાન કામકાજમાં ભારે ઉતાર ચઢાવ જાવા મળ્યાં. જા કે ચૂંટણીના રુઝાનની અસર પણ શેર બજાર પણ જાવા મળી. દિવસ ભરના કામકાજને અંતે શેરબજારમાં સેન્સેક્સ ૩૫૧૫૦.૦૧ પર અને નિફ્ટી ૧૦૫૪૯.૧૫ પર બંધ રહ્યો. જ્યારે ભારતીય રૂપિયો અમેરિકી ડોલર સામે ૭૧.૮૯ પર જાવા મળ્યો.
મંગળવારે કામકાજના અંતે સેન્સેક્સ ૧૯૦.૨૯ અંક એટલે કે ૦.૫૪ ટકા વધીને ૩૫૧૫૦.૦૧ પર અને નિફ્ટી ૬૭.૫૦ એટલે કે ૦.૬૪ ટકા વધીને ૧૦૫૪૯.૧૫ પર બંધ રહ્યું.
પોદ્દાર હાઉસિંગ, ક્યુસ કોર્પ લી, ઈનફો એજ, પ્રીમિયર એક્સ, આદિયા બિરલા, ઓમ મેટલ જેવા શેરો ટોપ ગેઈનર રહ્યાં હતા.
એનબીઆઈ ઈન્ડ્ર ફાઈનાન્સ, કિર્લોસ્કર, દામોદર ઈન્ડ, આશાપુરા ઈન્ટિમેટ જેવા શેરો ટોપ લૂઝર રહ્યાં હતા.
સવારે ૯.૨૫ વાગ્યે સેન્સેક્સ ૪૨૮.૭૫ અકના કડાકા સાથે ૩૪૫૩૦ અને નિફ્ટી ૧૦૫ અંકના કડાકા સાથે ૧૦૩૮૩ પર ટ્રેડ થઇ રહી છે. જા કે પછી જાતજાતામાં ૬૦૦ પોઈન્ટ તૂટી ગયું હતું. જા કે પાંચ રાજ્યોમાં આવી રહેલા રુઝાનોને પરિણામે સંવેદી શેરબજારે સકારાત્મકતા દાખવી હતી. માર્કેટ રિકવર થઈને પાછું ઉંચકાયું હતું. હાલમાં છેલ્લી સ્થિતિ પ્રમાણે સેન્સેક્સ ૬૧.૨૧ પોઈન્ટ અપ જાવા મળ્યો હતો. જ્યારે નિફ્ટી ૩૨.૭૫ અપ જાવા મળ્યો હતો.
મંગળવારે શેરબજારમાં પછડાટ પછી કુલ ૬૦૦ પોઈન્ટસનો કડાકો બોલાઈ ગયો હતો. જા કે પાંચ રાજ્યોમાં ચૂંટણીના પરિણામો આવવા શરૂ થતાં સંવેદી સૂચકઆંક ઝડપથી રિકવર થયું હતું. છેલ્લે બપોરના ૧૨ વાગ્યાના સુમારે ૬૯.૨૧ પોઈન્ટ અપ અને નિફટી પણ તાજા સ્થિતિએ ૩૨.૭૫ પર જાવા મળ્યો હતો.
ઉર્જીત પટેલના રાજીનામાથી સિંગાપુર એસજીએક્સ નિફ્ટી ફ્યુચર્સમાં આજે સવારે મોટો કડાકો બોલાયો હતો. આરબીઆઈ ગવર્નરના રાજીનામાની જાહેરાત ભારતીય શેરબજારો બંધ થયા બાદ થઇ. જેની અસર મંગળવારે ઉઘડતાં શેરબજાર અને રૂપિયા પર પડી હતી. વિદેશી બજારમાં રૂપિયો ૧.૫ ટકાના ઘટાડાની સાથે ૭૨.૫૩ પર આવી ગયો હતો.
બજારના નિષ્ણાતોનું કહેવું છે કે આરબીઆઈના ગવર્નરે રાજીનામું આપતા બજાર પર તેની અસર જાવા મળી છે. બીજીબાજુ પાંચ રાજ્યોની વિધાનસભાના ચૂંટણી પરિણામોને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પરિણામોની અસર જાવા મળી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY