ન્યુ દિલ્હી,તા.૧૧
એક તરફ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન ભારત અને પાકિસ્તાન વચ્ચેની મિત્રતાના ફાયદા ગણાવી રહ્યાં છે, તો બીજી તરફ પાકિસ્તાનની ધરતી પરથી આતંકીઓ ઝેર આંકી રહ્યાં છે. આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો મુખ્યા અને સંસદ હુમલાનો આરોપી મસૂદ અઝહરે પોતાની ઝેરીલી અવાજમાં ૯ મીનિટનો એક ઓડિયો ટેપ રજૂ કરીને ભારતને ધમકી આપી રહ્યો છે. મસૂદ અઝહરે કહ્યું છે કે, તેના આંતકીઓની નજર અયોધ્યા ઉપર છે. તેનું કહેવું છે કે, જા અયોધ્યામાં મુસ્લિમોને નુકશાન પહોંચાડવામા આવશે તો તે દિલ્હીથી કાબુલ સુધી કોહરામ મચાવી દેશે
ભારતની સંસદમાં ધમાકો, પઠાણકોટ હુમલો અથવા શ્રીનગર વિધાનસભા પર એટેક આ બધા પર એક જ આતંકીનું નામ આવ્યું છે અને તે આતંકવાદી છે મસૂદ અઝહર. એક વખત ફરીથી તે આતંકી પોતાના દરમાંથી બહાર આવ્યો છે. દરમાંથી બહાર આવતાની સાથે જ ફરીથી તેને ભારત વિરૂદ્ધ ઝેર આંકવાનું શરૂ કરી દીધું છે. તેને એક વીડિયો ટેપ દ્વારા ધમકી આપી છે કે, તેઓ દિલ્હીથી કાબૂલ સુધી તબાહી ફેલાવી દેશે. મસૂદ કહી રહ્યો છે કે, ‘જર્દ રંગ કી દહેશત હોગી, સુર્ખ તૂફાન હોગા.’
મસૂદ અઝહરનો કહેવાનો અર્થ છે કે, તેઓ હિન્દુસ્તાનમાં એવી તબાહી મચાવશે કે, હવામાં દારૂગોળાનો રંગ હશે અને જમીન પર દરેક તરફ લોહી ફેલાયેલું પડ્યું હશે. આમ શોર્ટમાં કહીએ તો તે ભારતમાં આતંકી હુમલાઓ કરવાની ધમકી આપી રહ્યો છે.
જાકે, આ પ્રથમ વખત નથી કે, જ્યારે જેશ-એ-મોહમ્મદના આ આતંકીએ ઓડિયો રજૂ કરીને ભારતને ધમકાવવા માટે ગીધડ ધમકી આપી હોય. આનાથી પહેલા પણ મસૂદ અઝહર ઘણી વખત આી ધમકીભર્યા ઓડિયો રજૂ કરી ચૂક્્યો છે. જાકે, મસૂદની ધમકીઓને ભારતીય એજન્સીઓ નજર અંદાજ કરી રહી નથી, કેમ કે પાછલા કેટલાક દિવસમાં જૈશની ગતિવીધીઓ વધી ગઈ છે. ગુપ્તચર એજન્સીઓ અનુસાર જૈશ-એ-મોહમ્મદના આતંકી દિલ્હીના સુરક્ષા ઠેકાણાઓ પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યાં છે. તે ઉપરાંત પુલવામાં માર્યો ગયેલ તેમનો આતંકી કમાન્ડર ઉષ્માન ઈલિયાસની મોતનો બદલો લેવાની પ્લાનિંગ પણ કરી રહ્યાં છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





