મુંબઇ,તા.૨૫
બજારમાં સતત ચોથા સેશનમાં મજબૂતી જળવાયેલી રહી છે. આજે ખાસ કરીને છેલ્લા કલાકમાં જારદાર તેજી જાવા મળી હતી. સેન્સેક્સ આજે ૩૦૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો હતો અને નિફ્ટી કેટલાયે સેશનની મહેનત બાદ આજે ૧૦૮૫૦ના સ્તર પર ટકવામાં સફળ રહ્યો હતો. બેન્ક નિફ્ટીમાં ૨૭૫ પોઈન્ટની તેજી સાથે ૨૭૧૦૦ને પાર જઈને બંધ થયો છે. મિડકેપ શેરોમાં આજે ખરીદારીનો જાશ જાવા મળ્યો હતો.
ચીનના ટ્રેડવોરમાં ટ્રંમ્પે પોઝિટિવ ટ્વીટ સાથે ગ્લોબલ બજારોમાં રોનક રહી હતી. શંઘાઈ ઈન્ડેક્સમાં ૫ ટકાના વધારા સાથે નિક્કેઈ, હેંગસેંગ અને ડાઓ ફ્યુચર્સમાં ખરીદારી જાવા મળી હતી. ટ્રેડ વાર્તા પર ટ્રમ્પે ટ્વીટ કરીને લખ્યુ હતુ કે ચીન સાથે વેપાર વાર્તા સારી રહી.
ઈન્ટેએકિચ્યુંઅલ પ્રોપર્ટી, ટેકનોલોજી ટ્રાન્સફર, એગ્રી, સર્વિસ, કરન્સી જેવા મુદ્દાઓ પર સકારાત્મક વાતચીત થઈ હતી. ૧ માર્ચથી વધારાના ટેરિફ લગાવવાના નિર્ણયને ટાળે તેવા સંકેત મળી રહ્યા છે. આ ગ્લોબલ સંકેતોને કારણે આજે ભારતીય બજારો પર જારદાર સકારાત્મક અસર જોવા મળી.
અન્ડર કન્સ્ટ્રક્શન ઘરો પર GST ઓછુ થવાથી રિયલ્ટી અને ટાઈલ્સના શેરોમાં આજે તેજી અને ખરીદારી જાવા મળી હતી. એંસલ પ્રોપર્ટી, ગોદરેજ પ્રોપર્ટીઝમાં મજબુતી કારોબાર જાવા મળ્યો હતો. તો ટાઈલ્સમાં નિટકો અને કઝારિયા સેરામિક્સમાં જારદાર તેજી જાવા મળી હતી. કાલે યોજાયેલી બેઠકમાં GST કાઉન્સીલએ દર ઘટાડતા નોન એફોર્ડેબલ પર આઈટીસીના ૫ ટકા GSTને મંજૂરી મળી છે. તો એફોર્ડેબલ પર કોઈ આઈટીસી વીના ૧ ટકા GST લાગશે.
કારોબારના અંતે બીએસઈના ૩૦ શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સમાં ૩૪૧.૯૦ પોઈન્ટ એટલેકે ૦.૯૫ ટકાની મજબુતાઈ સાથે ૩૬૨૧૩.૩૮ના સ્તર પર બંધ થયો હતો. તો એનએસઈના ૫૦ શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટીમાં ૮૮.૪૫ પોઈન્ટ એટલેકે ૦.૮૨ ટકાના વધારા સાથે ૧૦૮૮૦.૧૦ના સ્તર પર બંધ થયો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




