સુરત,તા.૨૫
માર્શલના વેઈટીંગ ઉમેદવારે કર્યો આપઘાતનો પ્રયાસ, ડિપ્રેશનમાં પીધુ ઝેર એક ઉમેદવારનું નામ વેઈટીંગ લિસ્ટમાં છે, તેણે સંતોષકારક જવાબ ન મળતા ડિપ્રેશનમાં ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો
રાજ્યમાં લગભગ રોજ બરોજ આપગાતની ઘટનાઓ સામે આવતી હોય છે. કોઈને કોઈ માણસ, શારીરિક, આર્થિક કે માનસિક પરિસ્થિતિ કંટાળી આપઘાતનું પગલું ભરતો હોય છે. આજે પણ આવી જ એક ઘટના સુરતથી સામે આવી છે. જેમાં સુરત મહાનગર પાલિકામાં માર્શલની પોસ્ટના વેઈટીંગ ઉમેદવારે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત મહાનગર પાલિકામાં માર્શલની જગ્યા પર ભરતી કરવામાં આવી હતી, જેમાં એક ઉમેદવારનું નામ વેઈટીંગ લિસ્ટમાં છે, તેણે સંતોષકારક જવાબ ન મળતા ડિપ્રેશનમાં ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો છે.
વિગતે ઘટના જાઈએ તો, થોડી સમય પહેલા સુરત માહનગર પાલિકા દ્વારા માર્શલની પોસ્ટ માટે ભરતી પ્રક્રિયા યોજવામાં આવી હતી, જેમાં આ ઉમેદવાર પ્રવિણ રણજીત પવાર, જેનો વેઈટીંગમાં ૪૬૨મો નંબર હતો. જે નોકરી માટે મહાનગર પાલિકાના કેટલાએ સમયથી ધક્કા ખાઈ રહ્યો હતો, પરંતુ સંતોષકારક કોઈ પણ પ્રકારનો જવાબ ન મળતા તેણે ડિપ્રેશનમાં આવી ધેરી દવા ગટગટાવી આપગાતનો પ્રયાસ કર્યો છે.
આ ઘટના બાદ મહાનગરપાલિકામાં થયેલી આ ભરતીમાં વેઈટીંગ લીસ્ટના કેટલાક ઉમેદવારોને લાંચ લઈ નોકરી આપી દીધી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે, જોકે, આ મુદ્દે કોઈ પુષ્ટી કરવામાં નથી આવી, પરંતુ આ પ્રકારની વાતો ફેલાઈ રહી છે. આ બાજુ સૂત્રો એવું પણ કહી રહ્યા છે કે, આ યુવાને પણ પૈસા આપી નોકરી માટે પ્રયત્ન હાથ ધર્યો હતો, પરંતુ બાદમાં સંતોષકારક જવાબ ન મળવાથી તેણે ડિપ્રેશનમાં આવી આ પગલું ભર્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




