એલઓસી પાર કરીને ભારતે અકારણ આક્રમક કર્યું છે
મુંબઇ,તા.૨૬
પાકિસ્તાનની સંસદમાં ઇમરાન ખાન વિરુદ્ધ નારા લાગ્યા હતા. ઇમરાન ખાને રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક બોલાવી હતી જેમાં તેમણે બાલાકોટમાં આ પ્રકારનો હુમલો થયો હોવાનું નકારી દીધું છે. તેમણે કહ્યું છે કે પાકિસ્તાનની સેના અને પ્રજા કોઈ પણ સ્થિતિ માટે તૈયાર રહે.
આવતીકાલે પાકિસ્તાનમાં સંસદના સંયુક્ત સત્રને બોલાવામાં આવ્યું છે. આ સત્રમાં વિદેશ મંત્રી સદનને નેશનલ સિકિયોરિટી અને વર્તમાન સ્થિતિ વિશે માહિતી આપશે.
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની પાર્ટી તહરીક-એ-ઇન્સાફને એક ટ્વીટમાં જણાવ્યું છે કે વડાપ્રધાન ઇમરાન ખાને પાકિસ્તાનની સેના અને લોકોને તમામ પ્રકારની કાર્રવાઈ માટે તૈયાર રહેવાનું સૂચવ્યું છે.
પાકિસ્તાનમાં વડાપ્રધાન ઇમરાન ખાનના નેજા હેઠળ રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક બોલવાઈ હતી. આ બેઠકમાં તેમમે બાલાકોટ સ્ટ્રાઇકને નકારી દીધી હતી. તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાનના વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનને સુરક્ષા અને આત્મરક્ષાનો અધિકાર છે. પાકિસ્તાન પોતાની નક્કી કરેલા સ્થળ અને જગ્યાએ બદલો લેશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



