એર સ્ટ્રાઇકમાં જૈશના વડા મસૂદ અઝહરનો સાળો યૂસુફ અઝહર માર્યો ગયો : વિદેશ સચિવ

0
7

જૈશ-એ-મોહમ્મદ દેશમાં બીજા ફિદાયીન હુમલો કરવાની તૈયારી કરી રહહયું હતુઃ વિદેશ સચિવ
ન્યુ દિલ્હી,તા.૨૬
ભારતના વિદેશ સચિવ વિજય ગોખલેએ જણાવ્યું હતું કે, ૧૪ ફેબ્રુઆરીએ પાકિસ્તાનસ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે પુલવામાં આતંકી હુમલો કર્યો હતો. જેમાં આપણા ૪૦ જવાનો શહીદ થયા હતાં. આ અગાઉ પઠાણકોટમાં પણ જૈશ તરફથી જ હુમલો કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન હંમેશા આ આતંકી સંગઠનો પોતાના દેશમાં હોવાનો ઈનકાર કરે છે. પાકિસ્તાનને અનેકવાર આ બાબતના પુરાવાઓ સોંપવામાં આવ્યા પરંતુ તેણે આ આતંકી સંગઠનો પર કોઈ જ કાર્યવાહી કરી નથી. પાકિસ્તાનના વલણને ધ્યાનમાં રાખતા ભારતે સકારાત્મક પગલા ભરવાની રણનીતિ તૈયાર કરી.
ગોખલેએ પાકિસ્તાન પર કરવામાં આવેલી બીજી સર્જીકલ સ્ટ્રાઈક વિષે વાત કરતા જણાવ્યું હતું કે, આજે સવારે પાકિસ્તાનના બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરવામાં આવી છે. જેમાં જૈશના કમાંડર સહિત અનેક આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ એક અસૈન્ય કાર્યવાહી હતી જેમાં આતંકી સંગઠનને નિશાન બનાવવામાં આવ્યા છે.
ગોખલેએ ઉમેર્યું હતું કે, ૨૦ વર્ષથી પાકિસ્તાન આતંકી ષડયંત્ર રચી રહ્યું હતું અને આતંકી સંગઠનો પર આજ સુધી તેણે કોઈ જ કાર્યવાહી કરી નથી.
વિદેશ સચિવે જણાવ્યું હતું કે, એક ગુપ્ત જાણકારી બાદ ભારતે એક નોન મિલિટરી એક્શનની તૈયારી કરી. તેમણે જણાવ્યું હતું કે, ત્યાર બાદ જૈશના બાલાકોટમાં હુમલા કરી જૈશ એ મોહમ્મદના કેમ્પને તબાહ કરવામાં આવ્યા. આ હુમલામાં જૈશના અનેક મોટા આતંકવાદીઓ, ટ્રેનર, સીનિયર કમાંડર અને જેહાદીઓ સહિત અનેક માર્યા ગયા છે. આ કાર્યવાહીમાં એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે કે, સામાન્ય નાગરિકોને કોઈ જ નુંકશાન ના પહોંચે.
તેમણે કÌš હતુ કે નાગરિકોને નુકસાન ના થાય તે વાતનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. આ આતંકવાદી કેમ્પો જંગલમાં ચાલતા હતા.હુમલા વખતે મસૂદ અઝહરનો નજીકનો સબંધી યુસુફ અઝહર પણ કેમ્પમાં જ હતો. તે પણ માર્યો ગયો હોવાનુ કહેવામાં આવી રહ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY