મુંબઈ,તા.૨૬
અભિનેતા વિદ્યુત જામવાલે કહ્યું હતું કે અગાઉ કદી જાવા ન મળ્યાં હોય એવાં એક્શન અને સ્ટંટ દ્રશ્યો ‘કમાન્ડો-૩’માં જાવા મળશે.
ફિલ્મ ફોર્સમાં વિલન તરીકે ચમકેલો વિદ્યુત દક્ષિણની ફિલ્મોમાં જારદાર પ્રગતિ કરી રહ્યો છે. સાથોસાથ હિન્દી ફિલ્મોમાં પણ એ પોતાને ભાગે આવતા રોલ કરી રહ્યો છે. હોલિવૂડના ફિલ્મ સર્જક ચક રસેલ સાથે એણે જંગલી ફિલ્મ તાજેતરમાં પૂરી કરી જેમાં એ જંગલી અને બિનકેળવાયેલા હાથીઓ સાથે કામ કરી ચૂક્્યો છે.
વિદ્યુતે કહ્યું કે કમાન્ડો ટુને દર્શકો તરફથી જોઇતો પ્રતિભાવ નહીં મળતાં ફિલ્મ સર્જકોએ બરાબર પાઠ ભણી લીધો છે અને કમાન્ડો થ્રીમાં જાનાર ચકિત થઇ જાય એવા એક્શન દ્રશ્યો લેવાની પૂર્વતૈયારી કરી રાખી હતી. સ્ટોરી રજૂ કરવાની આખી શૈલી બદલી નાખી હતી.કમાન્ડો થ્રીની એક્શન ફોટોગ્રાફી ઇન્ટરનેશનલ લેવલના સિનેમેટોગ્રાફર માર્ક હેમિલ્ટને કરી હતી. એક્શન ડાયરેક્ટર પણ હોલિવૂડના છે.
કમાન્ડો વનનું ડાયરેક્શન દિલીપ ઘોષ અને કમાન્ડો ટુનું ડાયરેક્શન અભિનેતા ફિલ્મ સર્જક દેવેન ભોજાણીએ કર્યું હતું. કમાન્ડો થ્રી માટે આશિક બનાયા આપને તથા ટેબલ નંબર ૨૧ ફેમ ફિલ્મ સર્જક આદિત્ય દત્તને ડાયરેક્ટર તરીકે લેવામાં આવ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



