મુંબઈ,તા.૨૬
સુપર વૂમન તરીકે ઓળખાતી અભિનેત્રી લીલી સિંઘે પોતે ટ્રાન્સજેન્ડર હોવાના કરેલા એકરારે એક પ્રકારનો ખળભળાટ મચાવી દીધો હતો.
મૂળ ભારતીય કૂળની આ કેનેડિયન નારી કોમેડિયન, લેખિકા અને યુનોની ગૂડવીલ એમ્બેસેડર પણ છે. એણે રવિવારે સોશ્યલ મિડિયા પર આ એકરાર કર્યો ત્યારબાદ એ સતત ટ્રોલ થઇ હતી. એણે લખ્યું હતું, ફિમેલ, કલર્ડ, બાયસેક્સ્યુઅલ… એના ચેકબોક્સ પર ગ્રીન સિગ્નલ પણ મૂક્યું હતું.
લીલીએ વધુમાં લખ્યું, ‘મારા જીવનમાં ડગલે ને પગલે સતત આ બાબત મારા માટે વિધ્નરૂપ બની રહી હતી. પરંતુ હવે હું આ બાબતને મારા સુપરપાવર્સ તરીકે સ્વીકારી રહી છું…તમે ગમે તેટલા બોક્સ ચેક કરી શકો છો…’
લીલીના આ એકરારને ૭૨ હજાર લાઇક્સ અને ૮,૦૦૦ રિ-ટ્વીટ મળી હતી. લીલીએ આ સૌનો આભાર માન્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




