જે પી દત્તાએ ‘પલટન’નું મહેનતાણું જ નથી ચુકવ્યું..?!!

0
1

મુંબઈ,તા.૨૭
ભારત ચીન વચ્ચેના યુદ્ધની કથા પર આધારિત ફિલ્મ પલટન રજૂ થયાને છ મહિના થવા આવ્યા પરંતુ ફિલ્મ સર્જક જે પી દત્તાએ હજુ યુનિટ મેમ્બર્સના મહેનતાણાના પૈસા ચૂકવ્યા નથી એવું જાણવા મળ્યું હતું.
સ્પોટ બોયના કહ્યા મુજબ ગુરમીત ચૌધરી, સિદ્ધાંત કપૂર અને લવ સિંહા જેવા અભિનેતાઓે સહિત બીજા ઘણા યુનિટ મેમ્બર્સને મહેનતાણું ચૂકવાયું નથી.
જા કે જે પી દત્તાએ સ્પોટબોયના આ રિપોર્ટને સાવ ખોટ્ટો અને પોતાને બદનામ કરે એવો ગણાવ્યો હતો. તેમણે એવો દાવો કર્યો હતો કે કોઇ કહેતાં કોઇના પૈસા બાકી નથી. આ બધી વાતો નર્યા ગપગોળા છે.
ફરિયાદ કરનારા લોકો કહે છે કે મહેનતાણાનો પ્રશ્ન હું સ¥વરે પતાવી દઇશ એવો દાવો જે પી દત્તાની પુત્રી નિધિ દત્તાએ કર્યો હતો પરંતુ વાસ્તવમાં કશું થયું નથી. અમે વારંવાર નિધિનો સંપર્ક સાધ્યો હતો. એ વાયદા પર વાયદા કરતી રહી છે. હજુ સુધી અમને મહેનતાણાના પૈસા મળ્યા નથી.
આ ફિલ્મના નિર્માણમાં ઝી સ્ટુડિયો જે પી દત્તાની સાથે હતો. ઝી સ્ટુડિયોએ દત્તાને પૈસા ચૂકવી દીધા હતા પરંતુ દત્તા પોતાના યુનિટના પૈસા ચૂકવવામાં અખાડા કરે છે એવી રાવ આ યુનિટ મેમ્બર્સ કરી રહ્યા છે.
અભિનેતા ગુરમીત ચૌધરીએ તાજેતરમાં કહ્યું હતું કે બધાને ચૂકવણી થઇ ચૂકી છે એવી દત્તા પરિવારની વાતો ખોટી છે. મારીજ વાત કરો. મને મારું મહેનતાણું હજુ સુધી મળ્યું નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY