‘મુંજા’માં પુરુષ ભૂતની કથા હશે

0
38

મુંબઈ,તા.૨૮
સ્ત્રી જેવી હિટ હોરર કોમેડી આપનારા સર્જક દિનેશ વીજને એવો દાવો કર્યો હતો કે હું બોલિવૂડમાં મારી પોતાની હોરર કોમેડી સૃષ્ટી સ્થાપી રહ્યો છું. રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરને ચમકાવતી સ્ત્રી ૨૦૧૮ની હિટ ફિલ્મોમાં સ્થાન પામી હતી. બોક્સ આૅફિસ પર આ ફિલ્મે ૧૦૦ કરોડનો આંક વટાવી દીધો હતો.
હવે દિનેશ વધુ એકવાર રાજકુમાર રાવને લઇને ઔર એક હોરર કોમેડી બનાવી રહ્યા છે જેને રુહ અફઝા નામ આપ્યું છે. જા કે આ નામ એક ફાર્માસ્યુટિકલ કંપનીની પ્રોડક્ટનું છે એટલે ભવિષ્યમાં કોપીરાઇટ ભંગની નોટિસ આવી શકે છે.
દિનેશે એવો પણ દાવો કર્યો હતે કે રુહ અફઝા સ્ત્રી જેવીજ હોરર કોમેડી હોવા છતાં એ સ્ત્રી કરતાં અનેક રીતે જુદી છે. એની કથા, એનાં પાત્રો, એની માવજત, એનું લોકેશન વગેરે બધુંજ અલગ છે.
‘હું સ્ત્રીની સફળતા બાદ સ્ત્રી ટુ શરૂ કરી શક્્યો હોત. પરંતુ મારે મારી અલગ પ્રકારની હોરર કોમેડી સૃષ્ટિ સર્જવી છે એટલે ઉતાવળ કરવાને બદલે મેં લૂકા છૂપી અને રુહ અફઝા હાથમાં લીધી. બાકી મારી પાસે સ્ત્રી ટુની સ્ક્રીપ્ટ પણ લગભગ તૈયાર છે.
રુહ અફઝા પછી હું મુંજા શરૂ કરીશ. એમાં પુરુષ ભૂતની વાત છે. સ્ત્રીમાં મહિલા ભૂતની વાત હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY