ખોલવડમાં હથોડી ઝીંકી માતાની હત્યા કરનાર દિકરાની ધરપકડ

0
21

ભાગતા ફરતા આરોપીને પોલીસે કામરેજથી પકડ્યો
સુરત, તા.૧૭

ખોલવડ ગુરૂકુપા સોસાયટીમાં રહેતા યુવાન પુત્રએ માતાને માથાના ભાગે હથોડી મારી ઘરના દરવાજાને તાળું મારી હત્યા કરી નાસી છૂટ્યો હતો. આ ઘટનામાં માતાને મારનાર ભાગતા ફરતા પુત્રને કામરેજ ચાર રસ્તા બ્રીજ નીચેથી પકડી પાડયો હતો.
મહારાષ્ટ્રના ધૂલિયા ખાતે રહેતા અને હાલ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખોલવડ ગામની હદમાં ગુરૂકુપા સોસાયટીમાં રહેતા પુત્ર અમુત બચુભાઈ થોરી સાથે માતા મંગુબહેન બચુભાઈ થોરી (ઉ.વ.૫૫)ની એક અઠવાડીયા અગાઉ પુત્રએ માથાના ભાગે હથોડી મારી લોહીલુહાણ કરી પુત્ર મકાનને તાળુ મારી જતો રહ્યો હતો. માતાને મળવા આવેલી પુત્રીએ માતાને લોહીલુહાણ હાલતમાં બારીમાંથી જોતાં બુમાબુમ કરી હતી. આડો પાડોશના લોકોને બોલાવતા સારવાર માટે મંગુબહેનને સુરત નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. ટૂંકી સારવાર દરમિયાન મંગુબહેનનું મોત નીપજતાં કામરેજ પોલીસે માતાને મારનાર પુત્ર સામે હત્યાની ફરિયાદ નોંધી હતી. હત્યારો પુત્ર ફરાર થઈ ગયો હતો.
માતાને મારનાર પુત્ર કામરેજ ચાર રસ્તા બ્રિજ પાસે આવી રહ્યો હોવાની બાતમી પો.કો દીપકને મળતાં સ્ટાફ સાથે વોચમાં હતા તે દરમિયાન અમૃત બ્રિજ પાસે આ?વતા પકડાઈ ગયો હતો. પોલીસે પુછપરછ કરતા અમૃતને ઘરની બહાર સૂવા માટે જવું હતું પરંતુ માતાના તકીયા નીચે ચાવી લેવા જતા માતાએ પુત્રને બહાર સૂવા દેવાની ના પાડતાં બાજુમાં પડેલી હથોડી માતાના માથામાં મારી દીધી હોવાની આરોપી પુત્રએ કબૂલાત કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY