મુંબઈ,તા.૨૮
ગોલ્ડ મેડલ વિજેતા મહિલા બોક્સર મેરી કોમ અને પાકિસ્તાનની જેલમાં રહસ્યમય સંજાગોમાં મૃત્યુ પામેલા સરબજિતની બાયો ફિલ્મો બનાવી ચૂકેલા ફિલ્મ સર્જક ઉમંગ કુમાર હાલ ગુજરાતી ભાષા શીખી રહ્યા હોવાની માહિતી મળી હતી.
ઉમંગ કુમારના પ્રવક્તાએ કહ્યું કે હાલ તેઓ વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બાયો-ફિલ્મ બનાવી રહ્યા છે એટલે ગુજરાતી ભાષા શીખી લેવી તેમેને જરૂરી જણાઇ છે. કથાનાયક ગુજરાતી હોવાથી ગુજરાતી ભાષા સમજાય તો કથાનાયકના વ્યક્તિત્વને સમજવામાં સહેલું પડશે એમ તેમને લાગે છે.
અગાઉ વિવિધ લોકેશનની રેકી કરવા માટે અને હવે શૂટિંગ શરૂ કરવા માટે છેલ્લા બે માસથી ઉમંગ કુમાર ગુજરાતી ભાષા શીખી રહ્યા છે. હવે તેઓ પોતે કેટલાક ગુજરાતી શબ્દો સહેલાઇથી બોલી શકે છે અને સરળ ગુજરાતી ભાષામાં થતી વાતચીત પણ સમજી શકે છે.
શૂટિંગ ચાલુ હોય ત્યારે બે શોટની વચ્ચે ઉમંગ કુમાર પોતાના યુનિટ મેમ્બર્સની સાથે બેસીને ગુજરાતી ભાષાની વિવિધ બોલીના શબ્દો ગ્રહણ કરવાના પ્રયાસો કરે છે અને એમાં ગુજરાતી ભાષાના નિષ્ણાતો તેમને મદદ કરે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




