‘મેન્ટલ હૈ ક્યા’ની રિલીઝ ટળી

0
5

ફિલ્મ માર્ચની ૨૯મીએ રજૂ થવાની હતી
મુંબઈ,તા.૨૮
મનોવ્યાધિ જેવા મુશ્કેલ વિષય પર બનેલી ફિલ્મ મેન્ટલ હૈ ક્યાની રજૂઆત મોકૂફ રહી હોવાની જાણકારી મળી હતી. આ ફિલ્મ માર્ચની ૨૯મીએ રજૂ થવાની હતી.
નિર્માત્રી એકતા કપૂર અને નિર્દેશક પ્રકાશ કોવલામૂડીની આ ફિલ્મમાં રાજકુમાર રાવ અને કંગના રનૌત મુખ્ય ભૂમિકા કરી રહ્યાં છે. છેક ૨૦૧૮ના માર્ચમાં એટલે કે એક વર્ષ પહેલાં આ ફિલ્મનો ફર્સ્ટ લૂક રજૂ થયો ત્યારે ઓડિયન્સની અપેક્ષા વધી ગઇ હતી.
ફર્સ્ટ લૂકમાં રાજકુમાર રાવ પોતાના કપાળ પર સળગતી સિગારેટ ચાંપી રહ્યો હોય કંગનાની બંને આંખો નાકની તરફ વચ્ચોવચ ત્રાંસી થઇ ગઇ હોય એવું દેખાડાયું હતું.
અગાઉ આ પ્રકારની ફિલ્મ બની નહીં હોવાથી સ્વાભાવિક રીતેજ એના વિશેની દર્શકોની અપેક્ષા ઘણી વધી ગઇ હતી. લેટેસ્ટ માહિતી એવી છે કે કંગના રનૌતે એકતાને વિનંતી કરી હતી કે ફિલ્મની રજૂઆત હાલ મોકૂફ રાખો. એની દલીલ એવી હતી કે હાલ મારી હિટ નીવડેલી ફિલ્મ મણીકર્ણિકા- ધ ક્વીન આૅફ ઝાંસી ચાલી રહી છે ત્યારે આ ડાર્ક કોમેડી રજૂ થવાથી બંને ફિલ્મોને નુકસાન થવાની શક્યતા વધી જાય છે. માટે હાલ મેન્ટલ હૈ ક્યા રજૂ ન કરો તો સારું.
એકતાએ પોતાની માનીતી હીરોઇનની આ દલીલ સ્વીકારી હોવાનું જાણવા મળ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY