નેવીમાં સામેલ થયું ડીએસઆરવી
મુંબઈ,તા.૧૩
નૌસેના પ્રમુખ એડમિરલ સુનીલ લાંબાએ પન્ડુબ્બી બચાવ બોટ (DSRV) રાષ્ટ્ર અને નૌસેનાને સમર્પિત કરી છે. આ જહાજ સમુદ્રમાં મુશ્કેલીમાં પન્ડુબ્બીઓના દુર્ઘટનાગ્રસ્ત થવા પર ઊંડાઈ સુધી પહોંચશે અને તેમાં ફંસાયેલા લોકોને બચાવવામાં મદદ કરશે. ભારતીય નૌસેનામાં આ બોટમાં સામેલ થવાથી ભારત હવે અમેરિકા, ઈંગ્લેન્ડ, રશિયા, ચીન, ફ્રાન્સ અને જર્મની જેવા દેશોની શ્રેણીમાં આવ્યું છે. આ દેશો પાસે પહેલાથી પોતાની પન્ડુબ્બી બચાવ બોટ છે.
મુંબઈના નવલ પોસ્ટમાં આયોજીત સમારોહમાં નૌસેનાના વડા એડમિરલ લંબાએ જણાવ્યું કે ડીપ સબમર્જેન્સ રેસ્કયૂ વ્હીકલ (DSRV)ને નૌસેનામાં સામેલ કરવામાં આવ્યું છે. આ દેશ માટે ખૂબ જ ગર્વની વાત છે. આ વાહનની સિસ્ટમે ભારતીય નૌસેનાને વિશ્વ નૌસેનાના એવા નાના જૂથમાં સામેલ કર્યું છે, જેની પાસે અભિન્ન પન્ડુબ્બી બચાવ ક્ષમતા છે. હવે ભારતીય નૌસેના સમુદ્રમાં ડૂબી રહેલી પન્ડુબ્બીઓને બચાવવા સક્ષમ છે. તેમાં અદ્યતન તકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. DSRVને નૌસેનામાં સામેલ કરાયા પહેલા તેનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ અવસર પર વાઇસ એડમિરલ ગિરિશ લૂથરાએ DSRVની ખૂબીઓ વિશે જણાવ્યું હતું.
કેપ્ટન અરુન જ્યોર્જ જણાવ્યું કે DSRVને નૌસેનામાં સામેલ કરવા માટે કડક પરીક્ષણ કરવામાં આવ્યું છે. પરીક્ષણમાં ૬૦થી વધુ દિવસો લાગ્યા હતા. તેમાં ૩૨ દિવસ સમુદ્ર રહ્યા.
ડીએસઆરવીના લક્ષણોઃ-
-બે સિસ્ટમ પર ૨૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ
-સમુદ્રની ઊંડાઇમાં ૬૫૦ મીટરથી વધુ ડાઇવ કરવા સક્ષમ
-૩૩ ટન વજન
-અદ્યતન તકનીકી સાથે સજ્જ
-મુશ્કેલીમાં ફંસાયેલી પન્ડુબ્બીનું લાઇવ ચિત્ર કાઢવામાં સક્ષમ
-એક ડાઇવમાં ૧૪ લોકોને બચાવી શકાય છે.
-એરક્રાફ્ટ દ્વારા દેશ-વિદેશમાં લાવવામાં અને મોકલી શકાય છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



