મુંબઈ,તા.૬
મોખરાના ફિલ્મ સર્જક રેમો ડિસોઝાએ કહ્યું હતું કે મારી આગામી ફિલ્મ સ્ટ્રીટ ડાન્સરને મારી અગાઉની બે હિટ ફિલ્મો એબીસીડી સાથે કશી લેવાદેવા નથી.
‘સ્ટ્રીટ ડાન્સર એબીસીડી સિરિઝની ત્રીજી કડી છે એવા રિપોર્ટ મિડિયામાં પ્રગટ થયાનું મારા ધ્યાનમાં લાવવામાં આવ્યું હતું. પરંતુ મને કહેવા દો કે સ્ટ્રીટ ડાન્સરને એબીસીડી સિરિઝની ફિલ્મો સાથે કશી લેવાદેવા નથી. આ એક સ્વતંત્ર ફિલ્મ છે. એની સ્ટોરીલાઇન એબીસીડી કરતાં સાવ જુદી છે. સમાનતા માત્ર એટલી છે કે આ પણ એક ડાન્સ આધારિત કથા ધરાવતી ફિલ્મ છે’ એમ રેમોએ કહ્યું હતું.
તેમણે કહ્યું કે આ ફિલ્મમાં અમે જુદી જુદી ડાન્સ શૈલી અજમાવવાના છીએ. એમાં જાઝથી માંડીને વિવિધ સાંપ્રત શૈલીના ડાન્સનો સમાવેશ થશે.
વિવિધ ડાન્સ શૈલી જ્યારે સડકો પર અજમાવાય ત્યારે તેમનું મૂળ સ્વરૂપ બદલાઇ જતું હોય છે. વિવિધ ઊજવણી પ્રસંગે લોકો સડકો પર ડાન્સ કરતા દેખાય છે અને ત્યારે મૂળ ડાન્સ શૈલીમાં ધડમૂળથી ફેરફાર થઇ જતા હોય છે.
રેમોએ ઉમેર્યું કે આ મુદ્દાને અમે ફિલ્મમાં હાઇલાઇટ કરી રહ્યા છીએ. શાસ્ત્રીય સ્વરૂપને જ્યારે લોકભોગ્ય સ્વરૂપ મળે ત્યારે કેવું હોય એ આ ફિલ્મમાં દેખાડવાના છીએ. તાજેતરમાં વરુણ ધવને પંજાબમાં આ ફિલ્મના એક શિડયુલનું કામ પૂરું કર્યું હતું. હવે આ યુનિટ લંડન જવાનું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



