‘ધ ગર્લ ઓન ધ ટ્રેન’માં પરિણિતી ચમકશે

0
28

મુંબઈ,તા.૧
હોલિવૂડની હિટ ફિલ્મ ધ ગર્લ ઓન ધ ટ્રેનની હિન્દી રિમેકમાં હવે જેક્લીન ફરનાન્ડિસ રહી નથી. એને બદલે આ ફિલ્મ માટે પરિણિતી ચોપરાને સાઇન કરવામાં આવી હતી.
આ ફિલ્મ સાથે સંકળાયેલા પ્રવક્તાએ કહ્યું કે જેક્લીન પાસે બીજી ફિલ્મો હોવાથી તારીખો ક્લેશ થતી હતી. હવે અમે પરિણિતીને આ ફિલ્મની હીરોઇન તરીકે લીધી છે. રિભુ દાસગુપ્તા આ ફિલ્મનું ડાયરેક્શન સંભાળવાના છે. ફરહાદ શામજીએ આ ફિલ્મના સંવાદો લખ્યા છે.
મૂળ હોલિવૂડ ફિલ્મમાં એમીલી બ્લન્ટે કરેલો રોલ પરિણિતી કરશે એવું પણ આ સૂત્રે જણાવ્યું હતું. મૂળ ફિલ્મના અન્ય કલાકારોએ કરેલા રોલ માટે અમે કાસ્ટિંગ કરી રહ્યા છીએ. એકવાર નામો ફાઇનલ થઇ જાય એટલે વિગતો જાહેર કરીશું.
ધ ગર્લ ઓન ધ ટ્રેનમાં એક એવી યુવતીની વાત છે જે રોજ ટ્રેનમાં પ્રવાસ કરીને કામના સ્થળે જાય છે. રસ્તામાં એના ભૂતપૂર્વ પતિનું મકાન પણ ટ્રેનની બારીમાંથી દેખાય છે. એ રોજ પોતાના એક સમયના
પતિને બીજી સ્ત્રી અને બાળક સાથે જુએ છે. એક દિવસ એવું બને છે જેને લઇને ટ્રેનમાં બેઠેલી યુવતીની જિંદગીમાં જબ્બર પરિવર્તન આવે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY