મુંબઈ ઇન્ડિયન્સે રોહિત શર્માને કહ્યું : ‘તમારા કરતા સારો ખેલાડી મળી ગયો’

0
6

મુંબઈ,તા.૧
આઈપીએલ-૧૨ શરૂ થયા પહેલા જ મુંબઈ ઇન્ડિયન્સના પોતાના જ કેપ્ટન રોહિત શર્માને ટ્રોલ કર્યો છે. મુંબઈ ઇન્ડિયન્સે પોતાની જ ટીમનાં કેપ્ટનને મજાક ઉડાવતી એક પોસ્ટ કરી છે. આમાં લખવામાં આવ્યું છે કે તેમને કોઇ એવો ક્રિકેટર મળી ગયો છે જે રોહિત શર્મા કરતા સારો છે. મુંબઈ ઇન્ડિયન્સનાં એક આધિકારિક ટ્વિટર અકાઉન્ટ પરથી એક છોકરાની તસવીર પોસ્ટ કરવામાં આવી છે. તેનું નામ અભિનવ સિંહ છે. તેણે હાલમાં ૨૬૫ રનની ધમાકેદાર ઇનિંગ રમી છે.
જણાવી દઇએ કે વનડેમાં ત્રણ વખત બેવડી સદી ફટકારનાર રોહિત શર્માની મજાક કરવા માટે આ કહેવામાં આવ્યું છે. મુંબઈ ઇન્ડિયન્સે ટ્વિટમાં લખ્યું કે, ‘રોહિત શર્મા અમને એવું કોઇક મળી ગયું છે જે તમારા ૨૬૪ રનની ઇનિંગ કરતા સારું રમ્યું. રિઝવી સ્પ્રિંગફીલ્ડનાં અભિનવ સિંહે મુંબઈ ઇન્ટર ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ૨૬૫ રનની ઇનિંગ રમી છે.’ ખબરો પ્રમાણે તેણે આ રન અંડર-૧૪ ટૂર્નામેન્ટમાં ૧૫૦ બોલમાં બનાવ્યા છે.
તમને જણાવી દઇએ કે રોહિત શર્માએ વનડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ત્રણ વખત (૨૦૧૩, ૨૦૧૫, ૨૦૧૭) બેવડી સદી ફટકારી છે. આ દરમિયાન પોતાની ૨૬૪ રનની ઇનિંગમાં રોહિત શર્માએ ૩૩ ચોગ્ગા અને ૯ છગ્ગા ફટકાર્યા હતા. ઉલ્લેખનીય છે કે મુંબઈ ઇન્ડિયન્સે ૩ વખત આઇપીએલનો ખિતાબ પોતાના નામે કર્યો છે. દરેક વખતની જેમ આ વખતે પણ મુંબઈ ઇન્ડિયન્સનાં ફેન્સને રોહિત શર્મા પાસેથી સારા પ્રદર્શનની આશા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY